________________
૧૪૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
છે જ્ઞાન પણ ગેડ પડે માટે જ્ઞાનીએ કહ્યું “પ્રકાશ' પ્રશ્નકર્તા : પ્રકાશ શબ્દ કેમ વાપર્યો ?
દાદાશ્રી પ્રકાશ એટલા માટે કે દ્રવ્યને કહેવા નથી આવવું પડતું. બીજા દ્રવ્યો, બીજી વસ્તુઓને, શેયને કહેવા નથી આવવું પડતું કે તમે અમને જુઓ. પોતે પ્રકાશસ્વરૂપ, અરીસાસ્વરૂપ હોવાથી એમાં પોતાને દેખાય જ છે, એની મેળે. એનું ઝળક્યા જ કરે પણે. પ્રકાશસ્વરૂપ હોવાથી જોયો અંદર ઝળક્યા કરે. શેયને કહેવા ના આવવું પડે કે અમને તમે જુઓ.
પ્રશ્નકર્તા ? ત્યારે પોતાનું જ્ઞાન ઝળકે છે ?
દાદાશ્રી : જ્ઞાન એટલે પ્રકાશ. એટલે શું કે એક ગોળો, તેની અંદર આ જોયો ઝળકે. જોવા ના જવું પડે, જોવાનો ઉપયોગ ન કરવો પડે.
એટલે પ્રકાશને બદલે બીજો શબ્દ મૂકવો વ્યાજબી નથી. પ્રકાશ તો મેં જે મૂક્યો છે ને, તે શાસ્ત્રોમાં “પ્રકાશ' નથી કહ્યો. પણ લોકોને સમજણમાં આવે તેટલા માટે મેં મૂકેલો છે, બાકી ભગવાને તો એને “જ્ઞાન” જ મૂક્યું છે. જ્યાં જાય ત્યાં જ્ઞાન જ મૂક્યું છે, પણ આ લોકોને સમજમાં કંઈક આવે એટલા માટે મેં શબ્દ મૂક્યો છે. આપણી ભાષામાં મૂક્યો એટલા સારુ.
એટલે આત્મા પોતે જ જ્ઞાન છે, એ પ્રકાશ જ છે પોતે ! તે પ્રકાશના આધારે આ બધું જ દેખાય છે. એ પ્રકાશના આધારે આ બધું સમજણેય પડે છે અને જણાય છેય ખરું, જાણવામાંય આવે છે ને સમજણમાંય આવે છે !
મિશ્રચેતન જ આંતરી શકે આ પ્રકાશ
એટલે આ લાઈટસ્વરૂપ છે ભગવાન, પણ આવું લાઈટ નથી. એ પ્રકાશ મેં જોયેલો છે તે પ્રકાશ છે.
આ પ્રકાશ તો ભીંતથી અંતરાય, પેલો પ્રકાશ ભીંતથી અંતરાય એવો નથી. વચ્ચે ડુંગર હોય તોય અંતરાય નહીં. ફક્ત આ પુદ્ગલથી જ અંતરાય એવો છે. આ પુદ્ગલ જ એવું છે, કે જેનાથી તે અંતરાય.