________________
[૮.૧] ભગવાન - પ્રકાશ સ્વરૂપ
૧૪૩
પ્રશ્નકર્તા : પુદ્ગલમાં કેમ અંતરાય ?
દાદાશ્રી : આ પુદ્ગલ છે પણ તે મહીં અહંકાર મિશ્રચેતન છે આ. જો આ જડ હોત તો આની આરપાર દેખાત પણ આ મિશ્રચેતન છે.
પ્રશ્નકર્તા : એ મિશ્રચેતનનું આવરણ આટલી બધી અસર કરે ?
દાદાશ્રી : કેવો આત્મા, પણ તે મહીં એવું કેવું આવરણ ચહ્યું કે બહાર નીકળી શકતો નથી ! તે ક્રોધ-માન-માયા-લોભનું કેટલું બધું ગાઢ આવરણ હશે ?
પ્રશ્નકર્તા : આત્મા તો અનંત શક્તિવાળો છે. એના માટે કશું અશક્ય નથી !
દાદાશ્રી : પણ તે આત્માની શક્તિઓ સ્વાધીન છે. અનંત શક્તિ છે પણ આવરાયેલી છે એટલે કામ નથી લાગતી. ઘરમાં દાટેલો હીરો હોય તો તેની કોને ખબર પડે ? પણ હીરાની શક્તિ હીરામાં ભરી પડી છે. આત્મા દેહને આધીન નથી પણ કષાયથી સંપૂર્ણ આવરાયેલો છે.