________________
[૮.૧] ભગવાન - પ્રકાશ સ્વરૂપ
૧૪૧
યોગ છૂટ્યો કે તરત આખા બ્રહ્માંડમાં પ્રકાશ ફેલાય. અત્યારે ત્યાં બેઠા બેઠા આખા બ્રહ્માંડય પ્રકાશ એમ તો ફેલાયેલો જ હોય છે.
જ્યારે છેલ્લો અવતાર હોયને પૂર્ણ, સાક્ષાત્કાર થયા પછી છેલ્લો અવતાર પૂરો થાય ત્યારે બધે આખા બ્રહ્માંડમાં પ્રકાશ ફેલાઈ જાય એનો. એટલો એક આત્માનો પ્રકાશ છે. એમ બધા આત્માનો ભેગો કરીએ તો કેટલો પ્રકાશ થાય ? અને આ બધા જીવમાત્રનું જ્ઞાન એક આત્માની અંદર છે. બધા જીવમાત્રનું બધાનું જ્ઞાન ભેગું કરીએ તો એક આત્માની અંદર છે તે કેટલી જ્ઞાનશક્તિ હશે ? આ જ્ઞાનશક્તિ શાથી વેડફાઈ ગઈ ? ત્યારે કહે, ચિંતા, ઉપાધિથી !
પ્રશ્નકર્તા: એમની જે જ્ઞાનશક્તિ હોય, તેની છાયા આપણા પર પણ પડતી હશે ?
દાદાશ્રી : ના, એમના પૂરતી જ. એમનો પ્રકાશ તો એમના પૂરતું જ છે. એમના જ્ઞાતા-જ્ઞયના સંબંધ પૂરતો જ છે. આ બધા જોયોને જાણે પણ રાગ-દ્વેષ ના કરે. ઘાલમેલ નહીં કોઈ જાતની, વીતરાગ ! કેવળજ્ઞાન થયા પછી ઘાલમેલ બંધ થઈ જાય.
પાર વગરની અજોડ ગતિ પ્રકાશની પ્રશ્નકર્તા : પ્રશ્ન છે કે આ પ્રકાશની ગતિ છે, જે પ્રકાશની ગતિ છે એક લાખ ને એસી હજાર માઈલ પ્રતિ સેકન્ડની, તો આત્માની ગતિ કેટલી હોય છે ?
દાદાશ્રી : આત્માની ગતિ જ ના હોય. આત્મા એવી વસ્તુ છે કે ગતિ જ ના હોય. એનો જે પ્રકાશ છે એની ગતિ હોય.
પ્રશ્નકર્તા: એના પ્રકાશની કેટલી ગતિ ? દાદાશ્રી : ઓહ, બહુ ગતિ, પાર વગરની ગતિ. પ્રશ્નકર્તા: પેલાના કરતા વધારે હોય, ઓછી હોય ? દાદાશ્રી : ના, ના, આ કોઈની જોડે સરખામણી ના કરાય એવી ગતિ.