________________
૧૪૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
પ્રશ્નકર્તા ઃ એ કેવી રીતે બધે પડે છે ?
દાદાશ્રી : આ અરીસામાં બધા માણસો દેખાય કે ના દેખાય ? તેમાં કયો પ્રકાશ કહેવાય એ ? એવો પ્રકાશ. એવું આખું જગત ઝળકે મહીં. આખુંય બ્રહ્માંડ એમાં ઝળકે, એના પોતાનામાં.
એ જ્યારે નિરાવરણ થાય ત્યારે લોકાલોકમાં પ્રકાશ પહોંચે. એ પ્રકાશ કેવો હોય ? નિરાવરણ થાય એટલે આ જ્યારે નિર્વાણ થાયને, ચરમ શરીરી જ્યારે મોક્ષે જાય, ત્યારે એનો આત્મા આખા બ્રહ્માંડમાં પ્રકાશમાન થાય. તે લોકાકાશમાં, લોક એકલામાં, અલોકમાં નહીં. લોકમાં બધા જ્ઞેય છે માટે ત્યાં આગળ પ્રકાશિત થાય. જ્ઞેય જ ના હોય તો જ્ઞાતા શું કરે ?
અલોકમાં જ્ઞેય નહીં, માટે લોકને જ પ્રકાશિત કરે
પ્રશ્નકર્તા : દાદા, એવું કહે છે ને લોક-અલોક બન્નેમાં પ્રકાશ પહોંચે છે ?
દાદાશ્રી : લોકાલોકના પ્રકાશનો અર્થ લોકો એમની ભાષામાં સમજી જાય. આ તો સ્થૂળ ભાષા અને વાતેય સ્થૂળ છે. શબ્દ બોલ્યા માટે કંઈ
દહાડો વળી ગયો ?
એ પ્રકાશ આ લોકમાં ફરી વળે, અલોકમાં નહીં. લોકાલોક છે તે આ, એટલે લોક છે ને બીજો અલોક છે. તે લોકમાં બધે ફરી વળે. અલોકમાં કેમ જતો નથી પ્રકાશ આત્માનો ? ત્યારે કહે, ત્યાં જ્ઞેય નથી માટે. જ્યાં શેય હોય ત્યાં આગળ જ્ઞાતાનો પ્રકાશ પડે અને આ લોકમાં નર્યું જ્ઞેય જ ભરેલું છે. એટલે બધું પ્રકાશિત કરી શકે. અને પેલા અલોકમાં જ્ઞેય નથી. આકાશ એકલું છે એટલે કંઈ પ્રકાશ કરી શકતું નથી. અલોકમાં જો શેય હોય તો બધે પ્રકાશ કરત. જેવું ભાજન હોય તે પ્રમાણે પ્રકાશ પડે છે, કારણ કે એ પોતે કેવળજ્ઞાની થયા અને દેહથી છૂટ્યો. દેહ હોય ત્યાં સુધી આખું લોક એને સમજાય ખરું પણ તે પ્રકાશ ના કરી શકે. પોતે સમજી શકે ખરું કે લોક કેવું છે. પણ પ્રકાશ ના કરી શકે. પ્રકાશ તો દેહ છૂટે, યોગ છૂટે.