________________
[૭.૩] ચિંતવે તેવો થાય
૧૨૧
તબિયત નરમ રહે છે એવું કહેવું, નહીં તો “મને તબિયત નરમ રહે છે, તો પાછી અસર થાય.
પ્રશ્નકર્તા ઃ આપણે તો સેકન્ડ-સેકન્ડે ચિંતવન બદલીએ છીએ.
દાદાશ્રી : સેકન્ડ-સેકન્ડે નહીં, સેકન્ડના નાનામાં નાના ભાગમાં ફર્યા કરે છે. પણ આપણો ઉપયોગ નથી એવો એટલો બધો એટલે આપણે સેકન્ડ-સેકન્ડ જેવો ચિંતવે તેવો થાય. અમે બીજું ચિંતવન જ ના કરીએ. અગર કંઈ ડૉક્ટર પૂછે ત્યારે મોઢે બોલી જઈએને, એમાં જ કચાશ રહી ગઈ હોય તો ફરી ભૂંસી નાખીએ પાછા. “મને ઉધરસ થઈ એમ કહીએ, તો ભૂંસી નાખીએ. આપણે તો એમ કહેવું પડે કે ચંદુભાઈને ઉધરસ થઈ છે પણ શુદ્ધાત્માને કંઈ ઉધરસ છે? જેની દુકાનનો માલ હોય, તેનો આપણે જાહેર કરવો જોઈએ. આપણે આપણા માથે લઈએ તો શું કામ? હોમ ડિપાર્ટમેન્ટ ને ફોરેન ડિપાર્ટમેન્ટ જુદું.
જેનું નિદિધ્યાસત કરે, તે રૂપે સાક્ષાત્કાર થાય
જેનું નિદિધ્યાસન કરો તેવો આત્મા થઈ જાય. જેનું નિદિધ્યાસન કરે તે રૂપ થાય. કેટલાક પુરુષો સ્ત્રીઓનું નિદિધ્યાસન કરે, પણ એને નિદિધ્યાસન ના કહેવાય, ધ્યાન કહેવાય. અને કેટલીક સ્ત્રીઓ પુરુષોનું નિદિધ્યાસ કરે છે. એટલે બધા પુરુષ સ્ત્રીઓ થઈ જાય ને સ્ત્રીઓ પુરુષ થઈ જાય. એટલે ના દહીંમાં રહ્યા ને ના દૂધમાં, બેઉ બગડ્યા.
નિદિધ્યાસન તો એક જ્ઞાનીનું કરવા જેવું. એમની બધી શક્તિઓ પોતામાં પ્રગટ થાય. બીજું કશું કરવા જેવું નથી.
મારાથી આ કામ નહીં થાય' એવું ક્યારેય બોલવું નહીં. બહુ જાગૃતિપૂર્વક બોલવું જોઈએ, નહીં તો તે નિદિધ્યાસનનું ફળ તરત જ મળશે. માટે તમને જ્ઞાન આપ્યું છે તો આત્માનું નિદિધ્યાસન કરજો. ને તેવું કામ આવે તો એમ કહેજો કે આ કામ ચંદુભાઈથી નહીં થાય.
જગત આખું અનંતકાળથી નિદિધ્યાસન કર કર કરે છે, સાક્ષાત્કાર કરવા માટે. મૂઆ, ઊંધું નિદિધ્યાસન કરે છે, તે ઊંધો સાક્ષાત્કાર થાય છે.