________________
૧૨૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
તમે જેવું નિદિધ્યાસન કરશો તેનો તરત જ સાક્ષાત્કાર થાય. આ ચંદુ સહેજ જ બોલે કે ઘણી નબળાઈ આવી ગઈ છે, તો તરત જ નબળાઈનો સાક્ષાત્કાર થાય જ ને નબળો પડી જાય. અલ્યા, નબળાઈ આવે તો ચંદુને આવે, આપણે શું ?
મારું ઘર સળગ્યું બોલ્યોને તો આવી જ બન્યું, પછી ભલેને તે જ્ઞાની હોય. નિદિધ્યાસન કર્યું તો ભારે ફળ આવશે. ઘર ભલેને બળે, આપણે તો હોલવવાનું છે. સળગ્યું તોય વ્યવસ્થિત, હોલવાયું તોય વ્યવસ્થિત, ના હોલવાયું તોય વ્યવસ્થિત. આપણા જ્ઞાનીઓને તો કંઈ અડય નહીં ને નડેય નહીં.