________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
જ મરી ગયો. ‘મને કશું થાય નહીં,' કહે તો ઠેઠ છેલ્લી ઘડી સુધી કશું થાય નહીં એને. અને થાય, તો એ જે ઘડીએ થઈ જાય એટલે ગ્લોબ ઊડી ગયો. ગ્લોબ ઊડી નથી જતો ? છેલ્લી ઘડીએ ઊડી જાય છે ને ? એટલે
૧૨૦
ઊડી ગયો. આપણે જુદા, ગ્લોબ જુદો. આ શી ડખલ ? બધી વગર કામની
ડખલ, પારકા ઘરની.
પ્રશ્નકર્તા : તો પછી એવું ચિંતવન કરીએ કે ખુલ્લા બારણાં હોયને તોય કશું ના થાય એવો વિચાર કરીએ તો એવું ન થાય ?
દાદાશ્રી : હા, એવું ચિંતવન કરે તો બહુ મજબૂત થઈ જાય એ તો. એ તો એવું છે ને, પછી એ ખુલ્લા જ કરવાના છે. માટે જેને શક્તિ હોય તેને કહીએ કે બધા બારણાં ખુલ્લા રહો ને હવે આવો કહીએ. હા, અમે બારણાં ખુલ્લા જ રાખીએ છીએ.
મને થયું છે નહીં, ચંદુને થયું છે' એમ બોલવું
કોઈ કહે કે ‘તાવ આવ્યો છે તમને ?’ ત્યારે કહે, ‘હા, પરમ દિવસથી તાવ આવ્યો છે.’ ‘મને તાવ આવ્યો છે’ કહ્યું તે આત્માને હતું તાવ પેસી જાય. અને, વ્યવહારમાં ખોટું ના દેખાય એટલા માટે બોલવું હોય તો આપણે ખ્યાલ રાખીને બોલવું પડે, નાટકીય ભાષામાં.
એટલે અમને તાવ ચઢ્યો હોય તો કોઈ કહે, ‘તાવ ચઢ્યો ?’હું કહું, ‘ના, કશુંય નથી થયું'. બહુ એ કરે ત્યારે હું કહું કે ‘અંબાલાલભાઈને તાવ ચઢ્યો છે’, ‘મને ચઢ્યો છે' એવું ના બોલું.
ચિંતવે તેવો થઈ જાય તરત પાછો, વારેય નહીં. અત્યારે ચંદુ કહે, ‘સાહેબ, હું બહુ માંદો થઈ ગયો છું.’ હું કહું, ‘ના, તું ના બોલીશ આવું.’ આપણે તો એવું કહેવાનું, ‘ચંદુ માંદો છે.’ આપણે કહીએ એટલે આપણે માંદા જ થઈ જઈએ, જે ઘડીએ બોલ્યા એની સાથે જ. થઈ જાય કે ના થઈ જાય ?
પ્રશ્નકર્તા : થઈ જાય.
દાદાશ્રી : તબિયત નરમ રહે છે, એવું કહેવું હોય તો ‘ચંદુલાલની