________________
[૭.૩] ચિંતવે તેવો થાય
૧૧૯
બોલાવે છે ને ? ભગવાન આપે છે ? ભગવાન અવતાર આપે છે કે પોતાની મેળે બોલાવે છે ?
પ્રશ્નકર્તા : પોતે બોલાવે છે.
દાદાશ્રી : “થતું નથી' એ શબ્દ જ બોલાય નહીં. કારણ કે આત્મા જેવું ચિંતવે એવો થઈ જાય. જેની ભક્તિ કરે તે રૂપ થાય. હા, આત્માનો સ્વભાવ જેની ભક્તિ કરેને, તેવો થઈ જાય. આ લોકો તો એક-એક અવસ્થામાં એક-એક અવતાર બાંધે તેવું છે. આ બધું !
જ્ઞાત પછી ત ચિંતવવા પ્રાકૃતિક ગુણોને આત્માનો સ્વભાવ કેવો છે ? જેવું બોલો એવો થઈ જાય, એટલે મને ગમે છે એવું કહે તો એવું થઈ જાય. ‘નથી ગમતું” એવું બોલ્યા તો એની ઈફેક્ટ પડે છે.
પ્રશ્નકર્તા: સાયકોલોજી ઈફેક્ટ પડે ?
દાદાશ્રી તમારે બોલવું હોય તો મનને નથી ગમતું' એવું બોલવું, મને નથી ગમતું એવું ના બોલાય. તમે તો સીધું એવું બોલો કે “મને નથી ગમતું, નહીં ?
તમને એવું ભૂત પેસી ગયેલું, “આ નથી ગમતું, આ નથી ગમતું?” હા, તે અજ્ઞાન દશામાં તો બધા કરે જ એવું, પણ જ્ઞાન દશામાં આ ના હોવું જોઈએ. નહીં તો એવું ચિંતવે એવો થઈ જાય. જ્ઞાન પછી જાણતો થયો કે જેવું ચિંતવે એવો આત્મા થઈ જાય. માટે આપણે એવું ના બોલવું જોઈએ કે આપણને અસર કરે. આત્મા જેવું બોલે તેવો તરત જ થઈ જાય તેવો છે. માટે પ્રકૃતિમાં બોલો (પ્રકૃતિના ગુણમાં) તો મેં આપેલો શુદ્ધાત્મા તેવો થઈ જાય અને તમને અસલ સ્વાદ ના આવે.
તેથી આ કૃપાળુદેવે કહે કહે કરેલું કે સમજો, આત્મા જેવો ચિંતવે છે તેવો તરત થઈ જશે. સાયકોલોજિકલ ઈફેક્ટની કેટલી બધી નુકસાની થાય છે ? હા, એટલે ચિંતવન હોય જ નહીં. આ ઘડપણ આવ્યું. પેલા મરી ગયા ને હું મરી જઈશ. શું થશે ? એ મરી ગયો, મરી ગયો, અહીં