________________
૧૧૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
સાદાર છું તો દુકાન અવળી ચાલતી હોય તો સવળી ચાલવા માંડે. એના મનમાં જરાય વહેમ ના આવવો જોઈએ. એ બધું એના ઉપર આધાર રાખે છે.
પ્રશ્નકર્તા તો એક રીતે દાદા, ચિંતવનથી ફાયદો ખરોને કે આત્મા જેવો ચિંતવે એવો થઈ જાય. કોઈ ચિંતવન ના હોત તો આત્મા દેખાત જ નહીં !
દાદાશ્રી: ના, પણ ચિંતવે એવો થઈ જાય એમાં નુકસાન શું થાય છે કે પોતાને એમ લાગે કે હવે હું ગરીબ થઈ ગયો, તે પછી ગરીબ થતો જાય. એવું ભાસે, એવું ચિંતવે એને, તો પાછો તેવો થઈ જાય.
પ્રશ્નકર્તા ચાલુ રહે એમ ?
દાદાશ્રી : પછી ગરીબ જ થઈ જાય. તેથી અમે કહીએને, ભઈ, ‘તું ગરીબ છું' એવું સ્થાન લાગતું હોય તોય આપણે કહીએ, “હું તો શ્રીમંત છું, મને શું અડે કંઈ ?” તો શ્રીમંત બની જાય. પ્લસ-માઈનસ કરતા આવડે તોય ઉકેલ આવે. પેલું (‘હું ગરીબ છું') માઈનસ થઈ જાય તો ખલાસ થઈ જાય.
પ્રશ્નકર્તા: ગરીબ-શ્રીમતની વાત બાજુએ મૂકીને શુદ્ધાત્મા છું' એ બતાવી દીધુંને !
દાદાશ્રી : બસ, ગરીબ-શ્રીમંત બધું શું ? આ તો બધી ટેમ્પરરી અવસ્થાઓ.
થતું નથી' એવું બોલવાનું ફળ શું? અરે ! ઘણાના મોઢે સાંભળ્યું છે, જાણું ઘણું, પણ થતું નથી. કહે ખરા આવું ?
પ્રશ્નકર્તા : કહે જ છે ને !
દાદાશ્રી : એનો શું અવતાર આવે જાણો છો ? “થતું નથી”, “થતું નથી' એમ બોલેને તો પથ્થરનો અવતાર આવે ! પોતાની મેળે અવતારને