________________
બધું પરવારી જશે, પછી સૂક્ષ્મ જાગૃતિમાં આવશે, નિરાલંબ થશે ત્યારે કેવળજ્ઞાન સ્વરૂપમાં અવાશે. કેવળજ્ઞાન સ્વરૂપ એટલે એબ્સૉલ્યુટ જ્ઞાન સ્વરૂપ, એમાં બીજું કશું ભેળસેળ જ નહીં.
દાદાશ્રી કહે છે, દરઅસલ આત્મા કેવળજ્ઞાન સ્વરૂપી જ છે. અમે કેવળજ્ઞાન સ્વરૂપે રહીએ છીએ અને તમે મહાત્માઓ શુદ્ધાત્મા તરીકે રહો છો. બહુ મુશ્કેલી આવે તો શુદ્ધાત્માની નિરંતર જાગૃતિ રહેશે અને એથી ભયંકર મોટી મુશ્કેલી આવે, બૉમ્બ પડવા જેવી તો પોતે કેવળજ્ઞાન સ્વરૂપની ગુફામાં જ પેસી જશે. કેવળજ્ઞાન જેવી દશા થઈ જાય !
શુદ્ધાત્માનું પદ એટલે ચંદુથી ગમે તે સારું-ખરાબ કાર્ય થાય તોય પોતે શુદ્ધ જ છે. એને પોતાને પાપ કે પુણ્યનો ડાઘ નહીં પડવાનો. ખરાખોટાની રિસ્પોન્સિબિલિટી હવે પોતાની નથી. કારણ કે પોતે શુદ્ધાત્મા થઈ ગયો છે. આ પદ સુધી પોતે દાદા ભગવાનની કૃપાથી આવ્યો. શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયા પછી આગળનું, છેલ્લું પદ એ પોતાનું કેવળજ્ઞાન સ્વરૂપ છે.
આત્માનો સ્પષ્ટ અનુભવ થાય, પછી કેવળજ્ઞાન સ્વરૂપ સમજવાનું છે. જ્ઞાનનું સ્વરૂપ સમજ્યા પછી એકદમ પ્રવર્તનમાં ના આવે. એ તો ધીમે ધીમે પ્રત્યક્ષ સત્સંગથી જ્ઞાન-દર્શન વધતું જાય. ત્યાર પછી જ્ઞાન-દર્શન સિવાય કોઈ પ્રવર્તન નહીં એ કેવળજ્ઞાન દશામાં આવે.
“શુદ્ધાત્મા છું” એ સિવાય બીજું કંઈ નહીં, એવું શ્રદ્ધામાં આવે, એવું જ્ઞાનમાં આવે, એવું વર્તનમાં આવે એ જ કેવળજ્ઞાન.
જો પોતે આત્મા માટે સંપૂર્ણ નિઃશંક થયો, તો એ જ કેવળજ્ઞાન છે. એ જ્ઞાન એ જ આપણે છીએ, આ ચંદુ એ આપણું સ્વરૂપ હોય.
જ્યાં સુધી અશુદ્ધ બાબતો આવે ને મહીં ઊંચુંનીચું પરિણામ થઈ જાય, ત્યાં સુધી હું શુદ્ધાત્મા છું' બોલવું સારું. પછી આગળની શ્રેણીમાં હું કેવળજ્ઞાન સ્વરૂપ છું' એમ બોલાય.
સ્વ-ગુણોની ભજના કરે તો સ્થિરતા રહે. આ અસરો થાય છે, આ ઊંચા-નીચા પરિણામ તે મારું સ્વરૂપ ન્હોય, “શુદ્ધાત્મા છું' તો અસરો ના કરે. આમ આત્મા શું છે એ ગુણ સહિત બોલવું-જોવું તો આત્મા પ્રકાશમાન થાય.
2