________________
અગ્નિ સળગતો હોય ને અગ્નિ વચ્ચેથી આત્મા પસાર થાય છતાં અગ્નિ આત્માને બાળી ના શકે. અગ્નિ સ્થૂળ છે, આત્મા સૂક્ષ્મ છે. અગ્નિ એને અડે નહીં.
આત્મા સ્વભાવે કેવળજ્ઞાન સ્વરૂપ હોવા છતાં, પોતાને એ સ્વરૂપનું ભાન નહીં હોવાથી લોકસંજ્ઞાથી વર્તે છે. લૌકિકમાં સુખ માની બેઠો છે, તેથી અજ્ઞાન ઊભું થયું. સાચું સુખ આત્મામાં જ છે. બહાર સુખ ખોળે નહીં, તો જ્ઞાન ઊભું થાય.
આ તો સંજોગોના દબાણથી વિશેષભાવ, એમાં અહંકાર ઊભો થઈ ગયો. બાકી પોતે મહીં કેવળજ્ઞાન સ્વરૂપ જ છે. એ બગડેય નહીં કે સુધરેય નહીં. એમાં ફેરફાર ક્યારેય ના થાય.
આત્મા કેવળજ્ઞાન સ્વરૂપ છે, તો કેવળજ્ઞાન કોને થાય છે ? પોતાને જ થાય છે. આવરણ ખસવાથી પોતે જ પોતાને દેખાવા માંડ્યો. કારણ કે પોતે સ્વ-પર પ્રકાશક છે. આત્મા પોતે સ્વનેય જાણે છે, પોતે પોતાનેય જાણે છે અને પરનેય જાણે છે. આવરણ ખસી ગયા તો પોતે પોતાને આખો દેખે, એને કેવળજ્ઞાન સ્વરૂપ કહેવાય.
જ્ઞાનવિધિમાં આખુંય કેવળજ્ઞાન સ્વરૂપ જ પ્રાપ્ત કરાવે છે પણ પચતું નથી. કારણ કે સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓને પોતે જ્ઞાતા-દ્રષ્ટામાત્ર છે, ટંકોત્કીર્ણ છે, કેવળજ્ઞાન સ્વરૂપ જ છે, એ જ ભાન પોતાને પ્રાપ્ત થાય છે.
પાંચ ઈન્દ્રિયથી અનુભવમાં આવે એ સ્થૂળથી સ્થૂળતમ, પછી સ્વપ્નામાં દેખાય તે સૂક્ષ્મ અને સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ. એ બધાના જ્ઞાતા-દ્રષ્ટા પદ સુધી પહોંચે એ કેવળજ્ઞાન સ્વરૂપ જ છે.
પોતે કેવળજ્ઞાન સ્વરૂપ જ છે છતાં જ્ઞાન પછી મહાત્માઓને શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થાય છે, એનું કારણ એ છે કે પોતે ત્રિકાળ શુદ્ધ જ છે, એ જાગૃતિમાં રહેવાય. પોતાની શુદ્ધતા માટે નિઃશંકતા ઉત્પન્ન થાય. ત્યાર પછીનું પદ એટલે કેવળજ્ઞાન સ્વરૂપ આપણું.
શુદ્ધાત્મા એ તો સ્થૂળ જાગૃતિ છે, સંજ્ઞા છે. શબ્દાવલંબન છે. સ્થૂળ
20