________________
૧૦૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
દાદાશ્રી: એ હઉ ઈફેક્ટમાં આવે છે. ઈફેક્ટમાં શું આવે એ પોતે જુદી ભાષામાં સમજે છે. હજાર રૂપિયા મળો એમ કહે છે એટલે યાચક થઈ ગયો એટલો વખત. મળવાનું કશું નહીં પણ એ રૂપ થઈ જાય. કયા રૂપમાં આ બોલે છે ? ત્યારે કહે, યાચક રૂપમાં, તો યાચક થઈ જાય.
પ્રશ્નકર્તા : પછી આત્મા જો યાચક થઈ જાય અને એને હજાર રૂપિયા ના મળે તો ચિંતામણિ કેમનો કહેવાય ?
દાદાશ્રી : તે એવું બધું ચિંતવવાનો અર્થ શું છે ? બાઉન્ડ્રી છે ચિંતવવાની, કે “હું આ સ્વરૂપે છું એનું નામ ચિંતવ્યું કહેવાય. હું આમ છું, તેમ છું, ફલાણો છું, માંદો છું, સાજો છું, હું ઊંચો છું, હું જાડો છું, હું ગાંડો છું, હું મૂરખ છું, નાદાર છું, સાદાર છું.” પોતે જેવું ચિંતવ્યું કે એવો તે થઈ જાય.
પ્રશ્નકર્તા પણ મૂરખ માણસ તો કહે, “હું ડાહ્યો છું.” દાદાશ્રી : હવે “ડાહ્યો છું” કહે તો ડાહ્યો થતો જાય. પ્રશ્નકર્તા: મૂરખ માણસ તો ડબલ જોશથી મૂર્ખાઈ કરતો જાય ને ડાહ્યો છું” એવું કહેતો જાય ?
દાદાશ્રી: હા, તોય થતો જાય ડાહ્યો. એ બધી ઈફેક્ટ છે આ તો, સાયકોલોજિકલ ઈફેટ્સ ! ડાહ્યો બોલ્યો કે તરત અંદર શરૂઆત થઈ ગઈ. બહુ અસર થાય છે આની. જગતને અસર જ બધી આની પડેલી છે. અમે તો કશી અસર જ ના પડવા દઈએ. ચિંતવે તેવો થઈ જાય તો કેમ આની ઉપર ચિંતવાય?
ચિંતામણિ એટલે જેવું ચિંતવે એવો થાય. ચોરીનું ચિંતવન કરવા માંડ્યું કે ચોર થાય પછી. ચોરમાં પણ એક્સપર્ટ થાય. ઈન્કમટેક્ષનું ચિંતવન કરેલું છે તો એમાં એક્સપર્ટ થાય. જેમાં ચિંતવન કરે તેમાં સુંદર એક્સપર્ટ થઈને ઊભો રહે.
તે “હું પાપી છું ચિંતવે તો પાપી થાય. “હું સંસારી છું તો સંસારી થાય. “હું નિર્બળ છું તો નિર્બળ થતો જાય. “બળવાન છું તો બળવાન