________________
[૭.૨] અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ
૧૦૫
પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષ મળ્યા પછી મનુષ્ય ભવ રત્ન ચિંતામણિ જેવો લાગે છે.
દાદાશ્રી: હા, રત્ન ચિંતામણિ. જેવો ચિંતવે એવો, રત્ન ચિંતામણિ ! એ મળ્યા પછી જ એની કિંમત ગણાય, નહીં તો દેહની વેલ્યુ (કિંમત) જ નથી.
ક્રિયા-વિચાર તે નહીં પણ આશય એટલે ચિંતવત
આત્માનો ગુણ શો ? કે જેવું ચિંતવન કરે તેવો થઈ જાય. હવે ચિંતવન શેને કહેવાય છે ? આ તમે બધી ક્રિયા કરો છો, એને ચિંતવન નથી કહેવાતું. તમે વિચાર કરો છો, એને ચિંતવન નથી કહેવાતું. ચિંતવન તો આશયને કહેવાય. તમારો શો આશય છે? મનમાં એક આશય નક્કી કરેલો હોય કે હવે એક બંગલો, એક વાડી એમ નક્કી કરીને, આવી રીતે છોકરાને ભણાવીશ આવું બધું ચિંતવન કરતો હોય મહીં. કરે કે ના કરે ? અને લાંચના રૂપિયા કશો વાંધો નહીં એ તો અત્યારે જમાનો, બધા જ લે છે ત્યારે તે એવો થઈ જાય પછી.
ચોરી કરવાનું ચિંતવન કરે તો તેવો થઈ જાય, દાન આપવાનું ચિંતવન કરે તો તેવો થઈ જાય અને સિદ્ધ થવાનું ચિંતવન કરે તો સિદ્ધ થઈ જાય. અને સિદ્ધ થવાનું શી રીતે થાય એ માર્ગ જાણવો જોઈએ. એ આત્મા જાણ્યા પછી સિદ્ધ થાય. બાકી સંસારમાં આત્મા જાણ્યા વગર ચાલે આગળ, જેવું ચિંતવન કરે તેવો થઈ જાય. પોતે બહુ દુઃખી છે એવું ચિંતવે કે પોતાનું અનંત સુખ આવરાય ને દુખિયો થઈ જાય. “સુખમય છું | ચિંતવે કે સુખમય થઈ જાય. કચકચ કરે તો કચકચિયો થઈ જાય. પછી તો ચા પીવા માટેય કચકચ કરે. કારણ કે કચકચનું ચિંતવન કર્યું છે ! ચિંતવતતા ફળે ચીજો ન મળે, પણ પોતે થાય તે રૂપ
પ્રશ્નકર્તા: દાદા, આ જેમ આત્મા આપણે ચિંતવીએ તેવો થઈ જાય છે, તો પછી અમુક આપણે ચિંતવીએ કે અમુક આપણને હજાર રૂપિયા મળી જાય કે બીજી કોઈ વસ્તુ મળી જાય એવું જે ચિંતવન કરે છે, તો એ કેમ ઈફેક્ટમાં નથી આવતું ?