________________
૧૦૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
દાદાશ્રી : હા, કરવું જોઈએ. પણ જ્યાં સુધી “જ્ઞાની પુરુષ' એને સચેતન બનાવે નહીં ત્યાં સુધી એ શુદ્ધ ચિંતવન ગણાતું નથી, પણ શબ્દથી ચિંતવન કરે છે. એ એક જાતનો ઉપાય છે. રસ્તામાં જતા વચ્ચેનું સ્ટેશન છે એ.
હવે આત્મા (વ્યવહાર આત્મા)નો એક ગુણ એવો છે કે જેવો ચિંતવ્યો તેવો તે જ ક્ષણે થઈ જાય. સ્વરૂપ સિવાયનું અન્ય ચિંતવન એ પુદ્ગલને ખેંચે છે. હવે પુગલનો જે સંયોગ ભેગો થયો, તેનો વ્યવસ્થિત શક્તિ વિયોગ કરાવી આપે, પણ આત્માનો સંયોગ ભેગો થયો. તેનો વિયોગ કોણ કરાવી આપે?
સંપૂર્ણ આત્માનુભવે જ્ઞાતી થયા અચિંત્ય ચિંતામણિ
આ તો ઊંધું ચિંતવન કરે છે તેથી મૂંઝવણ ઊભી થાય છે. એક ફેર શુદ્ધાત્માનું ચિંતવન પ્રાપ્ત થાય તો ત્યાર પછી એ એની મેળે જ રહ્યા કરે, પોતાને કશું જ કરવું ના પડે. તમે જ્યાં જાઓ ત્યાં તમને શુદ્ધાત્માનું ચિંતવન થયા જ કરે છે ને આ જ્ઞાન પછી ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી: આ જ્ઞાન જ ક્રિયાકારી છે. આવું લાખો વરસથી બન્યું નથી.
પોતાના સ્વરૂપ ભણી ચિંતવન વળે નહીં જે પાછું આવવાનું, તે જ્ઞાની પુરુષ મદિરા ઉતારે ત્યાર પછી એનું છે તે કંઈ વળે. બાકી આ મદિરા-બદિરામાં તો એવું ચિંતવે તેવું થાય.
એટલે શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું, શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી, અનુભવજ્ઞાનથી નિવેડો છે. માટે તું આની પાછળ માથા ના ફોડીશ. જ્યાં કોઈ જ્ઞાની પુરુષ હોય છે, જે આત્માના સંપૂર્ણ અનુભવી હોય, તે ત્યાં જા તો તારું બધું કામ થઈ જશે. કારણ કે એ જ્ઞાની પુરુષ અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ કહેવાય છે. માટે તું ત્યાં જા. તે મળ્યા પછી તો સ્વ-સુખ જાય જ નહીં ને જ્ઞાની, દાદા ભગવાન જેવા અચિંત્ય ચિંતામણિ થયા છે. જે માગે તે મળે. તે આવા અચિંત્ય ચિંતામણિ થવાનું છે.