________________
[૭.૨] અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ
થતો જાય. ‘હું નાદાર છું' કહે કે તેની સાથે નાદાર થઈ જાય. ‘હું આમ છું' તેની સાથે તેમ થઈ જાય. ‘હું માંદો છું’ તેની સાથે માંદો થઈ જાય. ચિંતવને અહંકાર થાય વિકારી-તિર્વિકારી
૧૦૭
પ્રશ્નકર્તા ઃ આત્મા નિર્વિકારી છે, તો પછી આ જીવાત્મા બધા વિકારી કેવી રીતે થાય છે ?
દાદાશ્રી આમ મૂળ ગુણ નિર્વિકારી છે પણ એ ચિંતવે કે ‘હું વિકારી છું', તો વિકારી થઈ જાય. મૂળ ગુણ જાય નહીં, ચિંતવેલો ગુણ નાશ પામે.
પ્રશ્નકર્તા ઃ તો આત્માને દોષ ન લાગે ?
દાદાશ્રી : આત્માને દોષ અડતો જ નથી, જે કલ્પે તેને અડે. અહંકાર કલ્પનારો, કલ્પનાર હોવો જોઈએને, અહંકાર ? તેને જ અડે. આ બધું અહંકારને જ અડે છે. આ અહંકાર વિલય થઈ ગયો કે તમે આત્મજ્ઞાની જ છો.
આત્મા તો શુદ્ધ જ રહે છે, પણ આ અહંકાર જે ચિંતવન કરે છે ને, તે જેવું ચિંતવન કરે તેવો થઈ જાય. એને વ્યવહાર આત્મા કહેવાય છે. પ્રશ્નકર્તા ઃ એટલે આ વિકારી એ પોતે જ થાય છે એમ ? વિકારી થવું, એટલે વિકારી જ થઈ જાય અથવા તો નિર્વિકારી થાય ?
દાદાશ્રી : આમ સંજોગો બાઝે ત્યારે વિકારીય થઈ જાય. એ પોતે કહેય ખરો, મારો સ્વભાવ વિકારી છે અને પાછો નિર્વિકારીય થઈ જાય, આમ સંજોગો બાઝે તો.
:
પ્રશ્નકર્તા ઃ એટલે આ અહંકાર તો છે જ. અહંકાર તો જે અસ્તિત્વ હતું પણ એ સંજોગો પ્રમાણે બદલાય એનું.
દાદાશ્રી : અહંકાર ના હોય તો આ કશું થાય જ નહીં. આ વિકાર જ ના થાય અને એ પાછો નિર્વિકારેય ના થાય. અહંકાર છે તો થાય છે.
પ્રશ્નકર્તા : મૂળ આત્મા તો નિર્વિકારી જ છે ?