________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
દાદાશ્રી : હા, કંઈ જતો રહ્યો કલ્પસ્વરૂપ ? પોતે છે તે કલ્પ સ્વરૂપ છે, શુદ્ધાત્મા સ્વરૂપ છે અને આરોપિત જગ્યાએ છે તે વિકલ્પસ્વરૂપ છે.
હું શુદ્ધાત્મા છું'ની લ્પતાએ થાય શુદ્ધ પ્રશ્નકર્તા : હવે તે વિકલ્પીસ્વરૂપને દાદાએ શુદ્ધ બનાવ્યો !
દાદાશ્રી : હા, આત્માનો વિભાવિક “સ્વભાવ મૂળ એવો છે કે જેવું કહ્યું તેવો થઈ જાય. તેથી અમે તમને કલ્પના શી આપીએ છીએ? વિકલ્પ નથી આપતા. કલ્પના આપીએ છીએ કે “તું શુદ્ધાત્મા જ છું.”
‘હું શુદ્ધાત્મા’ છું એની કલ્પના (જાગૃતિ)માં આવ્યો કે શુદ્ધ થતો જ જાય. જેવો કલ્થ એવો થાય. એ તો “શુદ્ધાત્મા’ કહીએ તેથી શબ્દ બોલીએ એટલું, બાકી એ શુદ્ધાત્માય નથી. આ લોકોને સમજાવવા માટેનો શબ્દ છે.
તમે શુદ્ધાત્મા થયા એટલે હવે તમારું એ મારું છૂટ્યું ને હું છૂટી ગયું. એટલે સંકલ્પ-વિકલ્પ બેઉ છૂટી ગયા. એટલે ‘તમે થયા નિર્વિકલ્પ. કારણ કે કલ્પ હતો, પછી વિકલ્પ થયો, માટે પાછો નિર્વિકલ્પ થયો, નહીં તો પોતે કલ્પ સ્વરૂપ છે.
જેમ આ “હું ચંદુભાઈ છું એ જેટલા ભાન સહિત બોલો છો, એટલા જ ભાન સહિત “શુદ્ધાત્મા છું' એ બોલે તો નિર્વિકલ્પ. કારણ કે એને (આત્માને) વિશેષણ હોય નહીં. વિશેષણવાળું બધું વિકલ્પી. એનો આ વિકલ્પ મટ્યો માટે “નિર્વિકલ્પ' કહ્યો. નિર્વિકલ્પ એટલે અહંકાર ને મમતા ગૉન. તમારે અહંકાર ને મમતા ગયા એટલે તમે નિર્વિકલ્પ થઈ ગયા. અહંકાર સહિતનો આત્મા એ વિકલ્પ અને એકલો આત્મા એ કલ્પ. આઈ વિધાઉટ માય ઈઝ ગૉડ. જ્યારે સંકલ્પ જ ના રહ્યો, એને વિકલ્પય ના રહ્યો, એ પરમાત્મા છે.
જેવું કહ્યું તેવી થાય સાયકોલોજિકલ અસર
એક (વિભાવિક) આત્મા જ એકલો એવો છે કે પોતે જેવી કલ્પના કરે તેવો થઈ જાય. “હું અજ્ઞાની છું' કહે તો એવો થઈ જાય. “હું ક્રોધી