________________
[૭.૧] કલ્પસ્વરૂપ
છું’ કહે તો એવો થઈ જાય. જેવું કલ્પના કરે એવો થઈ જાય તે. આ તાવ
ના ચઢ્યો હોયને કહે કે મને તાવ ચઢ્યો કે ચઢી જાય. એટલે આપણે
62
શું બોલવાનું ? તાવ ચઢ્યો હોયને, ત્યારે કહે કે ભઈ, આ ચંદુભાઈને તાવ ચઢ્યો છે, એવું કહેવું. મને તાવ ચઢ્યો કહ્યું કે પાછું એ પેઠું. મને થયું તો બોલાય જ નહીં, એની અસર થાય.
આ તો સાયકોલોજિકલ ઈફેક્ટ છે. તે હવે ‘મને નહીં મટે’ કહ્યું તો એવું જ થાય. આ તો ભયને લીધે મરી જાય છે માણસ. કારણ કે આત્મા કલ્પસ્વરૂપ છે. જેવો કલ્પે એવો થઈ જાય. મને મટશે જ, કશું થાય નહીં. મારા માથે દાદા છે, તો કશું જ ના થાય.
તમે કહો કે ‘હું હવે વૃદ્ધ જેવો દેખાઉ છું', તો તેવા દેખાવાની શરૂઆત થાય. તમે કહો કે ‘ના, હવે હું જુવાન જેવો દેખાઉ છું', તો તેવા દેખાવાની શરૂઆત થાય.
માટે વ્યવહારની અસર આપણા ઉપર પડે નહીં, એટલા માટે કહેવું કે ‘ચંદુલાલને તાવ આવ્યો છે, ચંદુલાલને ગુસ્સો થઈ ગયો છે.' છે જ ચંદુલાલનું. પહેલા માનતા હતા કે હું કરતો'તો, ને ત્યારે એવું જ થતું'તું. ભ્રામક માન્યતાથી જ ઊભા થઈ જાય ભાસ્યમાત પરિણામ
પ્રશ્નકર્તા : દાદા, એ આત્માના મૂળ દ્રવ્યને નહીં, પણ પર્યાયને અસર થાય છે ને ?
દાદાશ્રી : એ પાછું દ્રવ્ય ને પર્યાયને જોવાની જરૂર જ નથી. મૂળ દ્રવ્યને, એના પર્યાયનેય અસર નથી થતી. કશાને અસર થતી નથી પણ ‘આ’ કલ્પે એવો થઈ જાય છે. ખરી રીતે બિલકુલ થતો જ નથી. કશું થતું નથી, ભ્રામક માન્યતા જ છે. તેથી તો અમે કહીએ છીએને કે આ રોંગ બિલીફ છે. જગત આખું માને છે કે હું તેવો થઈ ગયો. અલ્યા મૂઆ, કશું થતો નથી. ભ્રામક માન્યતાઓ પેસી જાય છે અને તેવો થઈ જાય છે. અસરેય એવી થઈ જાય એને. મનમાં એમ કલ્પે કે નાદાર થઈ ગયો, તો બધું નાદાર થઈ જાય. આખા શરીરમાં બધુંય નાદાર થઈ જાય. ‘તમે’ કહો કે ‘નહીં, કંઈ થયું નથી,' તો કંઈ અસર ના રહે !