________________
[૭.૧] કલ્પસ્વરૂપ
૯૫
આવ્યા છે ને, એટલે મૂળ આત્માને જ કલ્પ કહ્યો. વ્યવહારમાં છે ત્યાં સુધી, પછી તો ત્યાં સિદ્ધક્ષેત્રે ગયા પછી કલ્પસ્વરૂપ શબ્દ જ રહેતો નથીને!
પ્રશ્નકર્તા: હા, પણ આ જે પેલો આત્મા આપ કહો છો ને, (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા એ કલ્પ સ્વરૂપ છે ને ?
દાદાશ્રી : ના, ના, મૂળ આત્મા કલ્પ સ્વરૂપ, (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા એ વિકલ્પ સ્વરૂપ છે. મૂળ આત્મા કલ્પ સ્વરૂપ છે, સંસારી અપેક્ષાએ.
પ્રશ્નકર્તા તો એ પ્રતિષ્ઠિત થયોને પાછો ?
દાદાશ્રી પ્રતિષ્ઠિત થયો એટલે વિકલ્પ થયો અને પોતે કલ્પ હતો. પ્રતિષ્ઠા કરી એટલે વિકલ્પ થયો.
મૂળ આત્મા કલ્પસ્વરૂપ, સંસારી અપેક્ષાએ પ્રશ્નકર્તા: આત્મા કલ્પ સ્વરૂપ છે વ્યવહારની અપેક્ષાએ, એ વસ્તુ સમજાવશો ?
દાદાશ્રી : કલ્પ જ છે, સંસારી અપેક્ષાએ કલ્પ છે. જ્યાં સુધી દેહધારી રૂપે છે, જ્યાં સુધી એ આત્માને આ સંસાર જોડે વિકલ્પ ઊભો થયો ત્યાં સુધી એ પોતે કલ્પ કહેવાય. મોક્ષે ગયા પછી કલ્પય નહીં. શબ્દ જ નહીંને ત્યાં આગળ તો ! જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદી તેય જ્યાં સુધી સંસારમાં દેહધારી થાય છે ત્યાં સુધી. પછી તેય નહીં. પછી સોનાનું, સોનું નામેય આપનાર કોઈ રહ્યું નહીંને ! ભગવાન પોતે સંપૂર્ણ સ્વરૂપ, સ્વભાવમાં આવી ગયા.
પ્રશ્નકર્તા: એટલે જ્યાં સુધી દેહ છે, દેહની સાથે જોડાયેલો છે ત્યાં સુધી જ કલ્પ સ્વરૂપ છે ?
દાદાશ્રી : મોક્ષે ગયો નથી ત્યાં સુધી કલ્પ સ્વરૂપ છે. નહીં તો પછી પોતે ત્યાં આગળ પાછો કહ્યું કે “હું શુદ્ધાત્મા નહીં', “હું આ', તો તે થઈ જાય પાછો.
પ્રશ્નકર્તા ઃ દાદાએ અમને જ્ઞાન આપ્યું ત્યાર પછી પણ અમારો આત્મા કલ્પ સ્વરૂપ કહેવાય ?