________________
८४
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
કલ્પમાંથી થયો વિકલ્પી, સંજોગોતા દબાણથી
આત્મા પોતે કલ્પ સ્વરૂપ છે અને તે વિશેષ કલ્પવા ગયો તે થયો વિકલ્પ.
પ્રશ્નકર્તા : દાદા, તમે એવું બોલ્યા કે કલ્પ, વિશેષ કલ્પ કરવા ગયો !
દાદાશ્રી : કલ્પ કરવા તો નહીં, એ વ્યવહારમાં એવું બોલીએ ખરા. થઈ ગયું વિશેષ કલ્પ. જાય કોણ ? આવું કોઈ કરતું હશે જાણી-જોઈને ? આ થઈ ગયું એને બહાર, આજુબાજુના સંજોગોના દબાણને લઈને.
પ્રશ્નકર્તા ઃ એ પણ કલ્પ સ્વરૂપ છે, પછી એને વિશેષ કલ્પમાં પેસવાનું ક્યાં રહ્યું ? વિશેષ કલ્પમાં પેઠો શી રીતે એ ?
દાદાશ્રી : દબાણથી. બીજાના, બીજી વસ્તુના દબાણથી તે વિકલ્પી થઈ ગયો. તે પાછો નિર્વિકલ્પી થાય એટલે કલ્પસ્વરૂપ થયો. કલ્પ એવો થાય એ વ્યવહાર આત્મા, નિશ્ચય આત્મા નહીં
પ્રશ્નકર્તા જેવું કલ્પ એવો આત્મા થઈ જાય, તે આપે કહ્યું તે મૂળ આત્મા નહીં ?
દાદાશ્રી : આત્મા જેવો કલ્પ એવો થાય એટલે કયો આત્મા કહ્યું? ત્યારે કહે, જે વ્યવહાર આત્મા છે તે કહ્યું છે, નિશ્ચય આત્મા ના કલ્પ. વ્યવહાર આત્મા છે તે કહ્યું અને કહ્યું એવો થઈ જાય.
પણ આ જ્ઞાન લીધા પછી વ્યવહાર આત્મા રહ્યો નહીં. પછી વ્યવહાર આત્મા એનો નિકાલી બાબત થઈ ગઈ. પેલું ગ્રહણીય બાબત, એના ઉપરથી તો આધાર બધો. મૂળ આત્મા કલ્પસ્વરૂપ, પ્રતિષ્ઠિત આત્મા વિકલ્પસ્વરૂપ પ્રશ્નકર્તા: મૂળ આત્મા જે છે એ કલ્પસ્વરૂપ નથીને કંઈ ? દાદાશ્રી : ના, એની પાસે શબ્દ જ ના હોય ! આ તો વ્યવહારમાં