________________
[૬] ટંકોત્કીર્ણ
કોઈને કશું કરે જ નહીં તો બગડે શી રીતે ? આ સમજમાં આવે છે ને? જો એ બીજાને બગાડી શકતું હોય તો પછી એ ડખલ થઈ ગઈ કહેવાય. એટલે આત્મા ના બગડ્યો તો પર્યાય બગડ્યો, એવી બધી આ જે વાતો બધું ચાલે છે ને, એ વીતરાગોના મતની બહારની વાતો છે. વાત કેવી હોય? વીતરાગના મતની હોય. વીતરાગની કહેલી વાત હોવી જોઈએ.
આ કંકોત્કીર્ણ, એટલે જુદો જ છું. મને કોઈ બાંધી શકે એમ છે જ નહીં. અને કોઈની શક્તિના આધારે હું જીવતો નથી, હું મારી પોતાની શક્તિથી જીવી રહ્યો છું અને દેહ તો પ્રાણના આધારે જીવે છે.
પ્રશ્નકર્તા: દાદા, એટલે એક વખત છૂટું પાડી આપ્યું, તે હવે પુદ્ગલ સાથે કોઈ હિસાબે ભેગું ના થાય.
દાદાશ્રી : ના થાય. પણ અમારી આજ્ઞા ના પાળું તો થાય. પ્રશ્નકર્તા : કેટલા વર્ષો સુધી, કેટલા સમય માટે ?
દાદાશ્રી: એ તો એની મેળે પછી આપણને પોતાને પોતાનો ખ્યાલ થઈ જાય. એટલે આજ્ઞા ભૂલાતી જાય પછી. નિરાલંબ થતા ગયા, તેમ આજ્ઞા ભૂલાતી જાય.