________________
[૭] કલ્પસ્વરૂપ - અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ
[૭.૧]
કલ્પસ્વરૂપ આત્મ કલ્પસ્વરૂપ, આરોપિત ભાવે થાય વિકલ્પ પ્રશ્નકર્તા: આત્માનું સ્વરૂપ શું છે ? દાદાશ્રી : આત્મા એ તો કલ્પસ્વરૂપ છે, આનંદસ્વરૂપ છે. પ્રશ્નકર્તા: કલ્પ એટલે શું ?
દાદાશ્રી : આત્માની અનંત શક્તિ છે, તેમાં કલ્પ નામની એક શક્તિ છે. કલ્પશક્તિ બહાર જાય છે. કલ્પશક્તિથી અહંકાર ઊભો થાય છે. આ બધું ભ્રાંતિથી જ ઊભું થાય છે.
પ્રશ્નકર્તા : કલ્પશક્તિથી અહંકાર ઊભો થાય એટલે શું ?
દાદાશ્રી : એટલે પોતે જેવું કહ્યું એવો થઈ જાય અને જેવું ચિંતવન કરે એવો થઈ જાય. એવું પછી ફળ આવે.
તે વિભાવિક “કલ્પના કરે અને તેમાં આત્માની (મૂળ) કલ્પ નામની શક્તિ લીકેજ થાય છે. કલ્પ પછી વિકલ્પ, અને વિકલ્પથી સંસાર ઊભો થઈ જાય છે. વિકલ્પ ના થાય તો સંસાર ઊભો જ ના થાય.