________________
८८
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
હવે એ ટંકોત્કીર્ણને લઈને આજે આપણે આત્મા જુદો કરી શકીએ છીએ, નહીં તો થઈ શકે નહીં. કેટલાય કાળથી બગડી ગયેલું બધું અંદર, પણ ટંકોત્કીર્ણ સ્વભાવને લઈને જ્ઞાની પુરુષોને આ ભેદવિજ્ઞાન હોય એટલે એ ડિમાર્કશન લાઈન નાખી આપે કે આ આત્મા ને આ અનાત્મા, એ છૂટું કરી આપે કે છૂટું પડી જાય. એ છૂટું પડે એટલે તેની જોડે જોડે એ જ્ઞાન જ એવું છે કે એ જ્ઞાનથી અગ્નિ ઉત્પન્ન થાય છે, એ પાપો ભસ્મીભૂત કરી નાખે બધા. અને તો જ જાગૃતિ આવે, નહીં તો જાગૃતિ આવતી હશે કે આ બધાને ?
પ્રશ્નકર્તા: એટલે હંમેશાં હું પોતે આ બધી અવસ્થાઓમાં જુદો જ
દાદાશ્રી : બધાયે જુદા છે, પણ એનું ભાન થવું જોઈએ ને ! એ ભાન થાય નહીં ત્યાં સુધી નકામું છે. હું શુદ્ધાત્મા છું' એ ભાન થવું જોઈએ. હું જુદો છું એવું ભાન થવું જોઈએ. “હું શુદ્ધાત્મા છું' એ ભાન થાય એટલે જુદો છું એનું ભાન થઈ ગયું કહેવાય.
પ્રશ્નકર્તા : પછી પરમેનન્ટ, પોતાના ગુણધર્મમાં રહે ?
દાદાશ્રી : હા, પરમેનન્ટ વસ્તુ જુદી છે. પરમેનન્ટ બગડે નહીં ફરી અને જાણીજોઈને બગાડો તો બગડે. અને જો તમારે બગાડવાની ઈચ્છા નથી, તો પરમેનન્ટ મોક્ષે લઈ જશે એક-બે અવતારમાં, અહીંથી જ મુક્તિ થઈ જશે. અહીં મુક્તિ ના થાયને, તો એ ગુણધર્મમાં આવ્યો જ નથી એમ કહેવાય.
વિજ્ઞાન સમજાવી નિર્ભય બતાવે દાદા એક પરમાણુ ભેળવાળું હોય તો આત્મજ્ઞાન ન થાય. જ્ઞાન સ્વભાવથી નિર્ભેળવાળી વસ્તુ છે. તેથી અમે કહીએ છીએ કે ટંકોત્કીર્ણ છે.
જડ જડના પર્યાયમાં છે ને ચેતન ચેતનના પર્યાયમાં છે. બેઉ જુદા જ છે, એવું ટંકોત્કીર્ણ છે. એટલે કોઈ ગભરાવા જેવી ચીજ નથી કે મારા પર્યાય બગડી ગયા ને ફલાણું બગડી ગયું, કશુંય ગભરાવા જેવું નથી. કોઈ