________________
[૬] ટંકોત્કીર્ણ
આ તો પોતપોતાના સ્વભાવમાં રહ્યું છે અને આ તો ભેગું થયેલું છે. ભેગું એટલે મિક્ષ્ચર સ્વરૂપે થયું છે, મિક્ષ્ચર તો આપણે જુદું પાડી શકીએ, કોઈ પણ પ્રયોગથી. એટલે જુદું પાડેને તો પાછા બન્ને જુદા પડી જાય.
૮૫
આ બેઉ સંયોગસ્વરૂપ છે. સંયોગસ્વરૂપ છે એટલે બે જુદા પાડી શકે. આ સોનામાં ચાંદી ને તાંબું બધું ભરેલું હોય તે સંયોગસ્વરૂપ છે, માટે જુદા પાડી શકે. પણ કમ્પાઉન્ડ થયેલું ના ફેરફાર થાય, એનો ગુણધર્મ જ બદલાઈ જાય. એટલે એ ટંકોત્કીર્ણ, હરેક વસ્તુ કોઈ દહાડો એકાકાર થતી જ નથી.
શરીરમાં છ દ્રવ્યો મિક્ષ્ચરરૂપે, પણ ટંકોત્કીર્ણ સ્વભાવતા
આ શરીરમાં છ ચીજો ભેગી છે.
આ છએ દ્રવ્યો તો ઘણા કાળથી બધા મિક્ષ્ચરસ્વરૂપે છે તોય પણ કોઈનો કશો ફેરફાર થયો નહીં. ટંકોત્કીર્ણ, સહેજેય ફેરફાર ન થવા દે.
એટલે કોઈ વસ્તુ કોઈ વસ્તુમાં એકાકાર ન થાય. વસ્તુઓ બધી ભિન્ન છે. વસ્તુઓ વસ્તુ સ્વરૂપે છે અને મૂળ વસ્તુ છે. મૂળ વસ્તુ એટલે અવિનાશી ભાવે છે.
એટલે આમાં આત્મા એ વસ્તુ છે અને અવિનાશી છે અને અનાત્મા વિભાગની બીજી વસ્તુઓ છે, તે બધી અવિનાશી છે.
એ છ તત્ત્વો અવિનાશી છે. અવિનાશીનું આ મિલન છે. તેમાંથી એક જડ તત્ત્વ વિકારી થયું એટલે આત્મા પણ જોડે વિકારી થયો. આત્મા વિકારી થાય નહીં પણ એક તત્ત્વ વિકારી થયુંને, તે આત્માને વિકારીપણાની માન્યતા ઊભી થઈ છે. પોતે વિકારી થયો નથી, પોતે મૂળ સ્વરૂપે જ છે.
કલ્પના વિકલ્પ થયા, માત્ર એક બિલીફથી જ
પ્રશ્નકર્તા : દાદા, આના વિશે વધારે સમજાવશો. આત્મા બદલાતો નથી પણ માન્યતા વિકારી થઈ કે ?