________________
८६
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
દાદાશ્રી : આત્મા જુદો છે, આ અનાત્મા જુદો છે. છતાં આમાં વસ્તુ એક એ છે કે અનાત્મ વિભાગ જે છે તેનો સ્વભાવ જુદી જાતનો છે. તે માણસની મતિ ના પહોંચે એવો એનો સ્વભાવ છે. જે પુદ્ગલ તત્ત્વ છે, જે રૂપી તત્ત્વ છે એ એટલું બધું એવું છે કે મતિ પહોંચે નહીં.
એટલે આ રૂપી તત્ત્વને લઈને આખું જગત ઊભું થયેલું છે. તે રૂપી તત્ત્વ મૂંઝવે છે બધાને. તે રૂપી તત્ત્વ સ્થૂળ છે અને તે આત્માની બિલીફ બદલાવીને ઊભી થઈ ગઈ છે, આત્મા બદલાતો નથી.
આત્મા પોતે સ્વભાવ પરિણામી જ રહે છે, ક્યારેય સ્વભાવ ચૂકતો નથી. ક્યારે પણ આત્મા જડસ્વરૂપ થયો નથી, એક જરાયે. આટલા અવતાર ભટક્યો પણ અનાત્માસ્વરૂપ થયો નથી, આત્માસ્વરૂપે જ રહ્યો છે. ફક્ત આત્માના જ્ઞાનની બિલીફ બદલાય છે કે આ છું હું. પોતે દ્રવ્યસ્વરૂપે એવો જ રહ્યો છે એટલે વિકલ્પ થયા. પોતે કલ્પસ્વરૂપ છે એના વિકલ્પ થયા. અને વિકલ્પ શબ્દ એકલો જ છે કે આ બધું શરીર તૈયાર કરી નાખે છે. ખાલી એક આટલી બિલીફ જ બધું શરીર તૈયાર કરે છે. અજાયબી છે ને ! એ ખાલી બિલીફ જ કામ કરતી નથી, એ બિલીફથી પરમાણુ ખેંચાય છે અને પરમાણુ ખેંચાય તે પરમાણુ પોતે જ સ્વાભાવિક રીતે થાય છે. આંખ-બાપ બધુંય સ્વાભાવિક રીતે થાય છે. કોઈને કશું કરવું પડે એવું નથી. અનંત અવતાર છતાં, આત્મા દેહમાં ટંકોત્કીર્ણ સ્વરૂપે જ
આ આત્મા અનંત અવતારથી ભટકે છે. નર્કમાં જઈ આવ્યો, દેવગતિમાં જઈ આવ્યો, જાનવરગતિમાં જઈ આવ્યો છતાં એક જરા જેટલોય બગડ્યો જ નથી. આ તો માત્ર ઘાટ-ઘડામણ બદલાય છે. પણ તે આત્મા તેવો ને તેવો છે, ટંકોત્કીર્ણ. ટંકોત્કીર્ણ એટલે ક્યારેય એકાકાર થયો નથી, થશે નહીં અને છેય નહીં. અત્યારે સ્વાભાવિક આત્મા એ મહીં ટંકોત્કીર્ણ છે, એવો ને એવો છે, સ્વચ્છ જ છે. એટલે આ દેહમાં આત્મા ટંકોત્કીર્ણ સ્વરૂપે છે, એટલે તદન નિરાળો છે.
આ દેહ અને આત્મા જોડે રહે છતાંય આ દેહ કોઈ દહાડો ચેતન