________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
ટંકોત્કીર્ણ ના હોત બધા તો મેળ જ ના પડત. આ તો પોતપોતાના સ્વભાવમાં જ રહે છે. આમ ભેળા થાય, આમ થાય પણ એ સ્વભાવ પોતાનો છોડે નહીં.
૮૪
આત્મા પોતાના સ્વભાવમાં રહે છે અને આ બીજી વસ્તુ, જડ વસ્તુ છે, તેય એના સ્વભાવમાં છે. એ સ્વભાવ બદલાતો નથી. એટલે ટંકોત્કીર્ણ એમ કહેવા માગે છે કે ક્યારે પણ કમ્પાઉન્ડ થાય એવું છે નહીં આ. ભેગા થાય, જાણે પણ સ્વભાવ એકરૂપ ત થાય
પ્રશ્નકર્તા : દાદા, ટંકોત્કીર્ણવત્ત્નો તેલ-પાણી જેવો બીજો દાખલો ખરો ?
દાદાશ્રી : ટંકોત્કીર્ણવત્ એટલે આ સોનું ને તાંબું બે ભેગું થયેલું હોય વીંટીમાં, વીંટીમાં સોનું ને તાંબું ભેગું થાય છે ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : આ સોનું હોયને, એ જરા ઢીલું હોય એટલે સોની તાંબું ઉમેરે. એ જાણો છો તમે ? સોનું બહુ માઈલ્ડ (ઢીલું) હોય એટલે તાંબું જોઈએ. પછી ભેળવીને એકાકાર થઈ જાય પછી તાંબું પાછું દેખાય નહીં આપણને. પણ તાંબું તો છે જ મહીં. પણ જુદું પાડ્યું હોય તો પડે કે ના પડે ? મહીં હતા એવા ને એવા થઈ જાય કે નહીં ?
પ્રશ્નકર્તા : હા, સોની પાસે, જાણકાર હોય એ જુદું પાડે.
દાદાશ્રી : એટલે આ ટંકોત્કીર્ણ કહેવાય. એ ટંકોત્કીર્ણ સ્વભાવ છે બન્નેનો. ભેગા થાય, ભળે પણ એકરૂપ ના થઈ જાય.
આ વીંટીમાં સોનું અને તાંબું બે મિક્ષ્ચર થયેલું હોય, ભેળસેળ થઈ ગયેલું હોય, તોય એ શું કહે છે કે ટંકોત્કીર્ણ છે. ટંકોત્કીર્ણ એટલે તાંબું તાંબાના સ્વભાવમાં છે, સોનું સોનાના સ્વભાવમાં છે. પોતે કમ્પાઉન્ડ સ્વરૂપે નથી થઈ ગયું. કમ્પાઉન્ડ સ્વરૂપે થયું હોત તો સોનાનો સ્વભાવ ઊડી જાત અને તાંબાનો સ્વભાવ પણ ઊડી જાત. નવી જ જાતનું ઉત્પન્ન થાત. પણ