________________
[૬] ટંકોત્કીર્ણ
૮૩
અને કોઈ કોઈમાં ભળે એવા નથી. કોઈ કોઈને હેલ્પ કરે એવા નથી, કોઈ કોઈને નુકસાન કરે એવા નથી છતાં ભેગા રહે છે.
એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કશું કરી શકે નહીં. એક વસ્તુ બીજી વસ્તુને કશું કરી શકે નહીં એવો આ જગતનો નિયમ છે. કારણ કે બધી વસ્તુઓ ટંકોત્કીર્ણ છે.
કમ્પાઉન્ડ તા થાય એટલે ગુણધર્મ-સ્વભાવ તા બદલાય કદી
આ જે છ તત્ત્વો છે એ ટંકોત્કીર્ણ સ્વભાવના છે. એટલે એ બધા જુદા જ છે. જો ભેગા થઈ ગયા હોત, ટંકોત્કીર્ણ ના હોતને તો કમ્પાઉન્ડ થઈ જાય અને કમ્પાઉન્ડ થઈ જાય પછી તે વસ્તુ પાછી પ્રાપ્ત ના થાય. પોતાનો સ્વભાવ ફેરફાર થઈ જાય. કમ્પાઉન્ડ થાય એટલે સ્વભાવ બદલાઈ જાય, નવી જ જાતનો સ્વભાવ ઉત્પન્ન થાય.
એટલે આત્મા અને અનાત્મા બેઉના ભેગા થવાથી જો કમ્પાઉન્ડ થઈ જતું હોત તો આત્મા પોતાના ગુણધર્મ ખોઈ નાખત અને અનાત્મા એનાય પોતાના ગુણધર્મ ખોઈ નાખત. નવી જ જાતના ગુણધર્મ ઉત્પન્ન થાત. પણ આ કમ્પાઉન્ડ થતું જ નથી, એનું નામ છે તે ટંકોત્કીર્ણ. ટંકોત્કીર્ણ જે એકમેકને કમ્પાઉન્ડ ના થવા દે. જોડે રહે, પણ કમ્પાઉન્ડ ના થાય. એટલે કમ્પાઉન્ડ સ્વરૂપે આ શરીરમાં કશું છે નહીં. તો કયા સ્વરૂપે છે ? ત્યારે કહે, મિલ્ચરસ્વરૂપે છે. એટલે ગમે એવા સંજોગમાં પુગલ આત્માવાળું ના થઈ જાય અને આત્મા પુદ્ગલવાળો ના થઈ જાય, ભેગા રહેવા છતાં.
આ પુદ્ગલ અને આત્માને ગમે તેટલું વલોવ વલોવ કરીએ તોય તે કોઈ દહાડો ભેગા, એકાકાર એટલે કે “કમ્પાઉન્ડ થઈ જતા નથી. ‘મિસ્ચર'રૂપે જ ત્રિકાળ રહે છે. જો “કમ્પાઉન્ડ’ થઈ જાય તો આત્માના મૂળ ગુણધર્મ બદલાઈ જાય પણ “
મિલ્ચર’માં ના બદલાય. પ્રશ્નકર્તા પુદ્ગલ પણ ટંકોત્કીર્ણ કહેવાય ? આ ટંકોત્કીર્ણ આત્મા એકલો જ કે પુદ્ગલ પણ ?
દાદાશ્રી : બધા જ ટંકોત્કીર્ણ. છએ છ તત્ત્વો બધા ટંકોત્કીર્ણ