________________
દાદાશ્રીની વાણી નિમિત્તાધીન તેમજ ક્ષેત્ર-કાળને આધીન પૂછનાર વ્યક્તિઓને સમાધાન થાય તે અર્થે નીકળી છે. તેનું પાછું સંપાદન કરતા કરતા વિવિધ વાતો ફકરાઓમાં ક્રમબદ્ધ ગોઠવાય, તે લિંક ગોઠવતા ક્યાંક વાચકને કોઈ પણ પ્રકારની ક્ષતિ ભાસતી હોય તો તે દાદાશ્રીની જ્ઞાનવાણીમાં નહીં, પણ સંકલનકર્તાની ખામીને લઈને હોઈ શકે, તેવી ક્ષતિઓ અર્થે ક્ષમાપ્રાર્થના.
આ આપ્તવાણીના શ્રેણી-૧૪ના આ પાંચમા અને અંતિમ ભાગ સાથે દાદાશ્રીની ભાવના મુજબ આપ્તવાણી ગ્રંથોની શૃંખલા અહીં પૂરી થાય છે. જગતને અત્યંત ઉપકારી એવી આ વાણી જગતના ખૂણે ખૂણે પહોંચે અને એના આરાધન થકી સહુ જીવો સમ્યકત્વને પ્રાપ્ત કરી મોક્ષમાર્ગની કેડીએ પ્રયાણ કરે એ જ હૃદયપૂર્વકની ભાવના.
- દીપક દેસાઈ
18