________________
શકે તેવા જ્ઞાની પુરુષને ધન્ય છે અને આપણા જેવા કળિયુગી જીવોની પૂણ્યનેય ધન્ય છે કે તે ગુહ્યતમ તત્ત્વની વાત આપણને જ્ઞાની પાસે સાંભળવા મળી, વાંચવા મળી, અને એ આત્મસ્વરૂપની દાદાકૃપાએ અનુભૂતિ પણ પ્રાપ્ત થઈ.
મહાત્માઓ શુદ્ધાત્મા પદને પામ્યા છે. હવે એ અસ્પષ્ટ વેદન છે તે જ્ઞાની પુરુષ દાદા ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત થયું છે. હવે આ ભવમાં આત્માના સ્પષ્ટ વેદને પહોંચવું, તે પાંચ આજ્ઞારૂપી પુરુષાર્થથી પહોંચાશે.
જ્યારે પોતાને આત્માનું સ્પષ્ટ વેદન થશે ત્યારે પોતાનું સ્વરૂપ દેખાશે, જે નિરાલંબ છે, કેવળજ્ઞાન સ્વરૂપ છે. એ પોતાનું કેવળજ્ઞાન સ્વરૂપ દેખાવું, જાણવું ને અનુભવવું એ આ ભવનો અંતિમ ધ્યેય છે. એને લક્ષમાં રાખીને વર્તમાનમાં સ્વરૂપ જાગૃતિમાં રહીએ. મહાત્માઓને એ આગળની શ્રેણીઓ ચઢવા આ જ્ઞાનવાણી અત્યંત ઉપકારી નીવડશે. (હાજર જ્ઞાનીની આધીનતામાં) પ્રત્યક્ષતામાં રહી આ વાણીની આરાધના અંતિમ ધ્યેય પ્રાપ્ત કરાવશે જ.
પરમ પૂજ્ય દાદા ભગવાનની અસીમ કૃપાથી આપણને આ સાક્ષાત્ સરસ્વતી સમાન અદ્ભુત, અલભ્ય જ્ઞાનવાણી પુસ્તકો રૂપે પ્રાપ્ત થઈ છે. તેમાંય આપ્તવાણી શ્રેણી ૧ થી ૧૪ તત્ત્વજ્ઞાનના ગૂઢ રહસ્યોનો ફોડ આપનારી એવી અદ્વિતિય છે કે જે ભવિષ્યના શાસ્ત્રો રૂપ બની જશે. આ ચૌદ આપ્તવાણીઓ ચૌદ ગુણસ્થાનક પૂરા કરી આપનારી છે. પરમ વિનય અને લઘુતમ ભાવે એનું સમજપૂર્વક આરાધન કરીશું તો એ જ વાણી વ્યવહારની પરિપૂર્ણતા કરાવી નિશ્ચયના ઉચ્ચતમ શિખરોને સર કરાવનારી છે.
દાદાશ્રીની જગત કલ્યાણની જે ભાવના હતી એ ભાવના પરિપૂર્ણ થાય અને એમાં આપણે સહુ યથાયોગ્ય યોગદાન આપી, નિશ્ચય અને વ્યવહાર બંને રીતે જીવન સાર્થક કરી લઈ આપણે આપણું મોક્ષનું કામ કાઢી લેવા જેવું છે.
આપ્તવાણી પુસ્તકોમાં ક્યાંક ક્યાંક વાચકને વધુ ફોડ પડે, ખુલાસો થાય, તે અર્થે કૌંસમાં કંઈક શબ્દાર્થ કે ભાવાર્થ રૂપે શબ્દો લખવામાં આવ્યા છે, એ જે-તે વખતે જેવી સમજણ પડી છે તે પ્રમાણે તે શબ્દો મૂક્યા છે.