________________
[૫.૧] અવ્યાબાધ સ્વરૂપ
૭૫
ગોઠવવા જાય તો પાણી, પાણી નું પાણી. આ પગ ગોઠવાયો, શ્રેણી મંડાઈ. પગ ગોઠવાય એટલે થાક્યા હોય તોયે મનમાં હાશ રહે. એક પગે ઊભા રહે, પછી ધીમે ધીમે બીજો પગ ગોઠવીએ પણ એક ગોઠવાવો જોઈએ. તો આ પગ ગોઠવાયો, એટલે પુરુષાર્થ ચાલુ થયો, નહીંતો પુરુષાર્થ પોતાના હાથમાં જ નહીંને ! થાકી ગયા એટલે ડૂબી ગયે જ છૂટકો. પણ તે આ દરિયો ડૂબાડી દેશે, પાછો આ દરિયો ડૂબાડતોય નથી. મૂઆ, પાર વગરનો થાક લાગે તોય ડૂબાડે નહીં. આપણે કહીએ, ડૂબી જવાનો..? ત્યારે કહે, ના, ડૂબી મરવાનો નહીં, થાકમાં ને થાકમાં ફર્યા કરો, કહેશે. તે આ એક પગ મૂક્યો કે શ્રેણી માંડે પછી. પછી શ્રેણી એટલે અનુભવના સ્ટેપિંગ બધા. પહેલો અનુભવ, સેકન્ડ અનુભવ, થર્ડ અનુભવ એમ કરતો કરતો જ્યારે આત્માના અવ્યાબાધ સ્વરૂપનો અનુભવ, અમને જેવો અવ્યાબાધ સ્વરૂપનો અનુભવ હોય, તેવો થાય ત્યારે એ અનુભવ ઠેઠ ઊંચામાં ઊંચો થઈ ગયો કહેવાય. આ કાળમાં જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધીનો અનુભવ થયો કહેવાય, અવ્યાબાધ સ્વરૂપનો.
“હું શુદ્ધાત્મા છું' એ લક્ષમાં બેઠું, ત્યારથી અનુભવ શ્રેણીઓ શરૂ થઈ જાય. જીવડું પગ નીચે વટાઈ ગયું તો એને શંકા પડે, નિઃશંકતા ના રહી શકે. માટે ત્યાં સુધી “ચંદુલાલ પાસે “તમારે પ્રતિક્રમણ કરાવવું પડે કે ચંદુલાલ, તમે જીવડું વાટ્ય માટે પ્રતિક્રમણ કરો. એમ કરતા કરતા સૂક્ષ્મભાવની અનુભવ શ્રેણી પ્રાપ્ત થશે અને પોતાનું સ્વરૂપ અવ્યાબાધ સ્વરૂપ છે એમ લાગશે, દેખાશે ને અનુભવમાં આવશે. ત્યાર પછી શંકા નહીં પડે. ત્યાં સુધી તો જપ આત્મા, તપ આત્મા, ત્યાગ આત્મા, સત્ય આત્મામાં હોય છે, એ શુદ્ધાત્મામાં નથી. એ શ્રેણી ના કહેવાય. એટલે એ માણસ મોક્ષે જશે કે કઈ બાજુ જશે એ કહેવાય નહીં. શુદ્ધાત્માનું લક્ષ બેઠા પછી શ્રેણી મંડાય. ત્યાર પછી પોતાનું સ્વરૂપ અવ્યાબાધ છે, સૂક્ષ્મ છે, અમૂર્ત છે એ અનુભવમાં આવતું જાય.
સૂક્ષ્મભાવની અનુભવ શ્રેણી ક્યારે પૂર્ણ થાય કે જ્યારે હું અવ્યાબાધ સ્વરૂપ છું એમ થઈ જાય ત્યારે.