________________
૭૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
દાદાશ્રી : એ નહીં. એ તો અજ્ઞાનીઓનું, ક્રમિકની અંદર. દહાડે દહાડે સ્વરૂપસ્થ થતો જાય.
પ્રશ્નકર્તા : એ શુદ્ધાત્માનું જે લક્ષ આપ્યું ?
દાદાશ્રી : લક્ષ નથી આપ્યું, આ તો આત્મા જ થઈ ગયો. શુદ્ધાત્મા થઈ ગયો, સ્વરૂપસ્થ નહીં. સ્વરૂપસ્થ એ બધું તો નીચલું પદ છે.
અવ્યાબાધ સ્વરૂપ અનુભવાય, 'ન્હોય મારું' કહેતા
આત્મા અવ્યાબાધ સ્વરૂપે છે. એના અવ્યાબાધને સહેજ પણ હરકત કરે એ બધું પરભાયું. સહેજ હરકત થાય તો “આ પરભાર્યું છે, મારું હોય, મારું હોય” બોલે તો તરત એને છૂટું પડી જશે. કારણ કે આત્મા તદન જુદો પાડેલો છે. વખતે એટલી જ્ઞાતા-દ્રષ્ટા રહેવાની કેટલાકમાં શક્તિ નથી હોતી, તો એવું ના આવડે તો “મારું હોય” એમ કહી દીધું કે છૂટું. પણ એ ના બોલે તો વળગે એ, એનો બોજો લાગ્યા કરે, ખૂંચ્યા કરે.
પ્રશ્નકર્તા અને વ્યવહારમાંય કેટલીક વખત કે મારે કંઈ લાગતુંવળગતું નથી એવું બોલવાથીય ફેર પડી જાય છે.
દાદાશ્રી : હા, લાગતું-વળગતું નથી એ બોલ્યો કે તરત છૂટા થાય, તે એવું આ. આપણને પરભાર્યું કહેતા ના આવડે તો “મારું હોય એમ કહીએ તો એ પરભાર્યું થઈ ગયુંને ! મારું હોય” કહે એટલે પતી ગયું. અવ્યાબાધ સ્વરૂપને સહેજ હરકત થાય તો “મારું હોય” એમ કહી દેવું. એનું અવ્યાબાધ સ્વરૂપ જતું જ નથી, એક ક્ષણવારેય.
અનુભવ શ્રેણી પૂર્ણ થશે, અવ્યાબાધતા અનુભવે
આ જ્ઞાન મળ્યા પછી માણસ શ્રેણી માંડી શકે, નહીં તો શ્રેણી જ માંડી શકે નહીંને ! આ આખા સંસાર સમુદ્રમાં હું શુદ્ધાત્મા છું' કહ્યું, એટલો એનો એક પગ નીચે પડ્યો. સમુદ્રમાં એક પગ નીચે ગોઠવાયો. તે આપણે શુદ્ધાત્મા, આ જ્ઞાનના લક્ષવાળા. આ બહાર શ્રદ્ધાત્મા બોલે તો પગ નીચે ગોઠવાયો નથી. આ તો આખા સંસાર સમુદ્રમાં પગ જ કોઈ જગ્યાએ ગોઠવાય નહીં, એટલી ઊંડાઈ જ નહોતી આવતી. જ્યાં પગ નીચે