________________
[૫.૧] અવ્યાબાધ સ્વરૂપ
દુ:ખ થાય છે એવી શંકા સહેજ પણ થાય તો તેનું પ્રતિક્રમણ કરવાનું. એ શંકાનું નિવારણ કરવાનું. અને ‘આપણું’ તો તેનું તે જ સ્વરૂપ છે, અવ્યાબાધ ! ‘જ્ઞાની પુરુષ' જે ગાદી પર બેસાડ્યા, તે ગાદી પર બેઠા બેઠા કામ કર્યા કરવાનું !
દુઃખેય અવ્યાબાધ સ્વરૂપને અડતા, થઈ જાય સુખ
કોઈ સંજોગમાં કોઈ ચીજ એને દુઃખ ના આપી શકે. કોઈ સંજોગમાં કોઈ ચીજ એને દુઃખ આપવા જાય ને દુઃખ એને ટચ (સ્પર્શ) થાય તો દુ:ખ, સુખ થઈ જાય.
૭૩
પ્રશ્નકર્તા : દુઃખ ટચ જ ના થઈ શકેને એને ?
દાદાશ્રી : ટચ થઈ શકે નહીં. પણ ટચ થાય વખતે તોય સુખ થઈ જાય. એટલે શેના જેવું કે આપણે આ બરફ હોયને, એની ઉપર સળગતા કોલસા, ધગધગતા દેવતા નાખ્યો, આખો ટોપલો ભરીને, તો આ બરફના ઢગલાને દઝાડાય ખરું ? બરફ કંઈ દઝાય નહીં, કોલસા
ઓલવાઈ જાય ઊલટા.
પ્રશ્નકર્તા : હા, કોલસા ઓલવાઈ જાય.
દાદાશ્રી : એટલે એવું અવ્યાબાધ સ્વરૂપ છે. કોઈ જાતની બાધાપીડા નહીં અને આ દેહ, મન-વચન-કાયા બાધા-પીડાવાળા છે. કો’કે ગોદો માર્યો કે વાગ્યું. લોહી નીકળ્યું, ઉપાધિ થઈ પડી. દાઢ દુ:ખી તોય ઉપાધિ, આંખ દુ:ખી તોય ઉપાધિ, કાન ફાટે તો ઉપાધિ, પગ ફાટે તો ઉપાધિ. નરી ઉપાધિ ને ઉપાધિનું સંગ્રહસ્થાન છે આ. બહારના સંગ્રહસ્થાન જોવા જવું એના કરતા આ સંગ્રહસ્થાન જુઓ તોય બધું બહુ છે મોટું.
શુદ્ધાત્મા થઈ ગયે, તે જરૂર હવે સ્વરૂપસ્થતી
પ્રશ્નકર્તા : અનંત-અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીઓએ દીઠો છે. હવે પ્રશ્ન એ છે કે સ્વરૂપસ્થ થવું એટલે શું ? આપે અમને જે જ્ઞાન વખતે શુદ્ધાત્માનું જે લક્ષ આપ્યું તે ?