________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
આ દેહ છે ને, તે રૂપી છે. એને તલવાર મારે, સળગાવી દે બધુંય. રૂપી એટલે બધું અસર થાય. પેલું અરૂપી ખરુંને, તે એને કાપી નાખે તોયે કશું થાય નહીં. આમ કપાય જ નહીંને ! કપાય નહીં, બળાય નહીં, કશું કોઈથી થાય નહીં એને. આ બાધા-પીડા વગરનો અને દેહ તો બાધાપીડાવાળો છે. એટલે એવો આત્મા જો પોતે થઈ ગયો, પછી કંઈ ભય જ ના રહેને ?
૭૨
ક્ષણે ક્ષણે ભયવાળું જગત છે. એક પણ સ્થાન આ જગતમાં ભય વગરનું નથી. મહાત્માઓને અવ્યાબાધપણાના સ્વભાવથી એમને ભયથી બહાર રાખ્યા છે. શુદ્ધાત્માની ગુફા તો અવ્યાબાધ સ્વભાવવાળી છે, તેમાં હું તમને બેસાડું છું.
કોઈ કહેશે, ‘હું તમને મારી નાખીશ.' એ ભય પામવાની જગ્યાએ એને શું થાય કે ‘હું અવ્યાબાધ છું, મને શું મારવાના ?” એ અવ્યાબાધ ના જાણતો હોય તો એ ‘મને કોઈ મારી નાખશે તો શું થશે' એવું કહેશે. કોઈ કહેશે, ‘કાપીને ટુકડા કરીશ.' તોય મનમાં આપણને એમ લાગે કે ‘હું અવ્યાબાધ છું, શરીરના ટુકડા થાય.' એટલે પહેલાથી એના ગુણો સ્ટડી કરી રાખવાના, મજબૂત કરી રાખવાના.
અવ્યાબાધ સ્વરૂપી કોઈતે કિંચિત્માત્ર દુઃખ તા દે
ખરી રીતે તો જ્ઞાની પુરુષે જે આત્મા જાણ્યો છે ને એ આત્મા તો કોઈને કિંચિત્માત્ર દુઃખ ના દે એવો છે. કોઈને કિંચિત્માત્ર દુઃખ ન કરે અને કોઈ એને કિંચિત્માત્ર દુઃખ ન દે એવો શુદ્ધાત્મા છે ખરી રીતે. પણ આપણે આ સત્સંગમાં બેસી બેસીને એ પદ આખું સમજી લેવાનું છે કે હું અવ્યાબાધ સ્વરૂપ છું. મારું સ્વરૂપ અવ્યાબાધ છે.
મારું સ્વરૂપ એવું છે કે કોઈ જીવને કિંચિત્માત્ર ક્યારેય પણ દુ:ખ ન કરી શકે અને સામાનું સ્વરૂપ પણ એવું છે કે એને દુઃખ ક્યારેય ના થાય. એવી જ રીતે આપણને પણ સામો દુઃખ ના દઈ શકે એ અનુભવ થઈ જાય. સામાને એનો અનુભવ નથી પણ મને તો અનુભવ થઈ ગયો, પછી મારાથી દુઃખ થશે એવી શંકા ના રહે. જ્યાં સુધી સામાને મારાથી