________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
નથી. મૂળ પરમાણુ ચોખ્ખા છે, આ ચોખ્ખા નથી. આ વિકૃત (વિભાવિક) પુદ્ગલ કહેવાય છે. આમાં પાવર ભરેલું પુદ્ગલ છે તે વિકૃત થયેલું છે, એટલે મન-વચન-કાયા દુઃખ આપે છે.
પ્રશ્નકર્તા: આ પુદ્ગલ અવ્યાબાધ નથી ?
દાદાશ્રી: ખરુંને, જે મૂળ પુદ્ગલ, સ્વાભાવિક પુદ્ગલ એ અવ્યાબાધ સ્વરૂપ છે પણ આ વિકૃત થયેલું છે, વિકૃતિ થયેલી છે. પેઠા ત્યારે આવા સ્વરૂપે પેઠા અને જતઋી વખતે ખૂબ દુઃખ આપીને જાય. આ તમે કોઈને દાન આપતા હોય તે ઘડીએ જે પરમાણુ પેસે, એ જતી વખતે તમને સુખ આપીને જાય. તમે ચોરી કરતા હોય તે વખતે મહીં પરમાણુ પેસે, તે દુઃખ આપીને જાય. એટલે આપણી વિકૃતિ છે.
છે અવ્યાબાધ પણ આરોપિત ભાવથી કરે બાધા-પીડા
પ્રશ્નકર્તા: દાદા, આપે કહ્યું કે આત્માનું સ્વરૂપ એવું છે કે એનાથી કોઈને દુઃખ ન થાય પણ સંસારમાં આપણે જોઈએ છીએ કે એક માણસથી બીજો માણસ મરી પણ જાય છે.
દાદાશ્રી: અવ્યાબાધ એટલે કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય એવું પોતાનું સ્વરૂપ છે. છતાં હું સાપ છું એવું માનીને સામાને બચકું ભરે તો સામો મરી જાય. કારણ કે આરોપિત ભાવ છે ને જેવું માને તેવી શક્તિ ઉત્પન્ન થાય. એ માનવાની સ્વતંત્ર શક્તિ થઈ હોય તો જાતજાતનું ઉત્પન્ન થાય. પણ એવી શક્તિ ઉત્પન્ન થઈ તો સામે પ્રતિકાર શક્તિ નેચરથી ઉત્પન્ન થાય છે. એ “તેં સામાને કેમ માર્યું એવી પ્રતિકાર શક્તિ ઉત્પન્ન થાય. એનાથી પેલો ગૂંચાઈ જાય છે.
અવ્યાબાધ સમજતા થાય સાચી સેફ સાઈડ પ્રશ્નકર્તા: એવી રીતે જ પોતાને જે દુઃખ થાય છે એ પણ પોતાની અવળી માન્યતાને લીધે થાય છે ?
દાદાશ્રી : એ અવ્યાબાધ એવું પોતાનું સ્વરૂપ છે, છતાંય આ માની લીધું છે કે “આ મને થયું.” આને “હું છું માન્યું એટલે દુઃખ થયું. આ