________________
[૫.૧] અવ્યાબાધ સ્વરૂપ
દાદાશ્રી : કોઈ પણ સ્થિતિ એવી નથી કે જે એની સેફ સાઈડને (સલામત જગ્યા) તોડે, એવું અવ્યાબાધ ! અને આરપાર જાય પાછું.
૬૯
આ અગ્નિનો મોટો ભડકો બળતો હોય ને, મહીં આગ લાગે તોય એ અગ્નિનીયે આરપાર નીકળી જાય. એટમ બૉમ્બ ફાટતો હોય તેની વચ્ચે રહીને ચાલ્યો જાય પણ દઝાય નહીં. કારણ કે એ અગ્નિ સ્થૂળ છે અને આ આત્મા તો સૂક્ષ્મતમ છે, એને સ્પર્શ કેમ થાય ?
અવ્યાબાધ સ્વરૂપ છે એટલે આત્માને કશું થાય નહીં. કોઈ પણ તેને તોડે નહીં. દિવાલને જુદી પાડ્યા સિવાય આરપાર જાય એવો સૂક્ષ્મતમ. આ મોટા-મોટા ડુંગરોની પણ આરપાર જતો રહે હડહડાટ અને એને કોઈ બાધા-પીડા કરે નહીં.
બાધા-પીડા કોને તે શા કારણે ?
પ્રશ્નકર્તા : આ પીડા કોને થાય છે ?
દાદાશ્રી : આત્માને ક્યારેય પીડા અડી જ નથી અને જો પીડા અડે, એનો સ્પર્શ થાય તો એ પીડા સુખમય થઈ જાય. આત્મા અનંત સુખનું ધામ છે. માનેલા આત્માને પીડા થાય છે, મૂળ આત્માને કશું જ થતું નથી. મૂળ આત્મા તો અવ્યાબાધ સ્વરૂપ છે ! જરાય બાધા-પીડા વગરનો છે ! આ દેહને છરી મારે, કાપે તો બાધા-પીડા ઊભી થાય પણ આત્માને કશું જ ના થાય.
આ મન-વચન-કાયા સ્થૂળ છે એટલે એ બાધા-પીડા સ્વભાવના છે, પેલો અવ્યાબાધ સ્વભાવનો. એનું કોઈ નામ ના લે, એને કશું જ થઈ શકે નહીં.
કોઈ ચીજ એને બાધા-પીડા કરી શકે નહીં અને એ કોઈને બાધાપીડા કરી શકે નહીં. પોતે કોઈને ના કરે અને કોઈ એને પણ ના કરી શકે. અગ્નિ એની ઉપર પડેને, તો અગ્નિને કંઈ નુકસાન ના થાય અને એનેય નુકસાન ના થાય. અવ્યાબાધ એટલે કોઈ પણ એકબીજાને નુકસાન કરી શકે નહીં. એટલે આત્મા કોઈને દુઃખ આપે એવો છે નહીં. બાધાપીડા સ્વભાવના આ દેહ છે, આ મન-વચન-કાયા છે. એ બધા પીડા આપનાર છે અને તેય આપણા ઊભા કરેલા. ચોખ્ખા પુદ્ગલનો એવો ગુણ