________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
આવવું પડ્યું ? એવું આ એક ભોગાવલી કર્મ કહેવાય. કારણ કે આત્મા જાણ્યા પછી રહ્યું શું ? ભોગાવલી. એને ચારિત્રમોહ કહેવામાં આવે છે. સ્પષ્ટ વેદતમાં કાયમ ઉલ્લાસ, સમાધિ પામે સિદ્ધાંત
૬૬
પ્રશ્નકર્તા : દાદા, આપને કાયમ ઉલ્લાસ ને કાયમ સ્ફૂર્તિ રહે છે એનું શું રહસ્ય છે ?
દાદાશ્રી : એ તો સ્પષ્ટ હોય તો જ રહેને ! આ તો સ્પષ્ટ થયેલું ને તમારે અસ્પષ્ટ રહ્યુંને ! અસ્પષ્ટ તો આ કાળમાં બહુ મોટું પદ કહ્યું છે. આ તો અમારે તો સ્પષ્ટ, બેઉ સ્પષ્ટ જુદું, છૂટું પડેલું. અમે આત્મા બિલકુલ
અસ્પષ્ટ નહીં તેવો જાણ્યો છે અને તમને અસ્પષ્ટ એટલે ઘડીકમાં ઉલ્લાસમાં આવે, ઘડીકમાં પાછું પડી જાય, એવું થાય.
સ્પષ્ટ વેદન થયે વર્તે કાયમતી સમાધિ
હવે ‘કંઈક છે’ એવું તમને જે જ્ઞાન બેઠું, એના પરિણામ તમે જોયા પણ હજુ તમે કશું સ્પષ્ટ જોયું-કર્યું નથી. સ્પષ્ટ વેદન થયું નથી, અસ્પષ્ટ વેદન છે. એટલે ‘કંઈક છે’ એવું લાગ્યું તમને પણ ‘આ છે’ એવું ડિસિઝન હજુ આવ્યું નથી.
પ્રશ્નકર્તા : ‘આ છે’ એ નક્કી થયું નથી ?
દાદાશ્રી : ‘આ છે’ એ નક્કી ક્યારે થશે ? કેવળજ્ઞાન થશે તે વખતે. અત્યારે તો જેમ જેમ અનુભવ થતા જશે, તેમ તેમ સ્પષ્ટ વેદન થઈને ઊભું રહેશે. પછી કેવળજ્ઞાન થશે.
આત્માનું સ્પષ્ટ વેદન જ્યારે તમને થશે ત્યારે કાયમની સમાધિ રહેશે. જ્યાં સુધી ‘સ્પષ્ટ વેદન’ થાય નહીં, ત્યાં સુધી ‘સિદ્ધાંત’ પ્રાપ્ત ના
થાય.