________________
[૫] અવ્યાબાધ : અબાધ્ય
[૫.૧]
અવ્યાબાધ સ્વરૂપ આત્માને તો સ્પર્શ કોઈ પણ ભૌતિક સુખ-દુ:ખ પરિણામ પ્રશ્નકર્તા અવ્યાબાધ સ્વરૂપનો અર્થ સમજાવો, અવ્યાબાધ એટલે શું?
દાદાશ્રી : અવ્યાબાધ એટલે આ શરીરને કંઈ બાધા-પીડા થાય, કંઈ ચણ્યું, કે બીજું કશું વાગે, તાપ લાગે, ટાઢ વાય, દઝાય, પાણીથી ડૂબાડી દે, પણ “એને કોઈ પરિણામ અડે નહીં.
આ દુનિયાની કોઈ ચીજ એને કશું જ કરે નહીં. એટલે જ્યાં આગળ ભયંકર નુકસાન કરનારી ચીજો છે, ત્યાં એનાથી બધી વસ્તુ ખલાસ થઈ જાય એવી હોય, તો પણ ત્યાં “એને કશું થાય નહીં.
આત્મા પોતે સુખ પરિણામવાળો છે. “એનું સુખ કોઈથી લઈ શકાય તેમ નથી. પોતે અવ્યાબાધ સ્વરૂપી છે. ગજબની જાહોજલાલી છે પોતાની પાસે ! ત્યાં દુઃખ અડે જ કેમ ?
દુનિયામાં કોઈ વસ્તુ “એને દુઃખ દે નહીં અગર સુખ આપે નહીં. પોતાના સ્વયંસુખથી જ, પોતાની અનંત શક્તિથી, જીવનાર પોતે. એવો અવ્યાબાધ સ્વભાવ, પછી એને ઉપાધિ જ ન હોય !