________________
[૪.૨] અસ્પષ્ટ વેદન
સ્પષ્ટ વેદન
સ્પષ્ટ વેદતમાં વાણી ‘જેમ છે તેમ’ નીકળે
પ્રશ્નકર્તા ઃ સ્પષ્ટ વેદન વખતે વાણી કેવી હોય છે ?
દાદાશ્રી : પહેલા પાયામાં આત્માનું લક્ષ બેસે, બીજા પાયામાં દેશના ચાલુ થાય.
૬૫
પ્રશ્નકર્તા : વાણી એવું સાધન છે કે અંદર શું અનુભવ થાય છે, એ વ્યક્ત કરવાનું ?
દાદાશ્રી : બીજું શું ત્યારે ?
પ્રશ્નકર્તા : મૂળ વસ્તુ આખી જેમને અનુભવમાં વર્તે છે, ત્યારે એમના શબ્દો પણ એ અનુભવ સુધી પહોંચાડી શકે ?
દાદાશ્રી : હા, તો જ ‘જેમ છે તેમ’ વાણી નીકળેને ! સ્પષ્ટ વેદન થાય ત્યારે એવી વાણી નીકળે, નહીં તો એકુંય વાક્ય સાચું ના નીકળે. દાદાતી ટેપરેકર્ડ, માલિકી વગરતી
પ્રશ્નકર્તા : દાદા, આ સ્પષ્ટ વેદન એ અનુભવપદ, પણ આ ટેપરેકર્ડનું સાચું વાક્ય નીકળવું એનું કનેક્શન શું છે ?
દાદાશ્રી : સ્પષ્ટ વેદનથી એને બધું જ હોય, બધી જ સિદ્ધિઓ હોય ! પ્રશ્નકર્તા : બે દિવસ પહેલા જ આપે ફરક દેખાડ્યો. આપના ટેપરેકર્ડમાં ને અમારા ટેપરેકર્ડમાં થોડો ફરક દેખાડ્યો.
દાદાશ્રી : શું ?
પ્રશ્નકર્તા : આપે કીધું કે મારે તો માલિકી છે જ નહીં અને તમને હજી થોડી ઘણી માલિકી છે અંદર એય ચારિત્રમોહમાં.
દાદાશ્રી : એ તમને નિશ્ચયથી, દર્શનમોહથી માલિકી નથી હોતી, પણ એટલી હજી સ્પષ્ટતા નથી થઈ. એય સ્પષ્ટતા કાળે કરીને થાય. ઘણા કાળ પછી, આત્માનું સ્પષ્ટ વેદન કર્યા પછી થાય. એ વેદન કર્યે જ છૂટકોને ! જેમ કોઈ માણસ નથી કહેતા કે ભોગાવલી કર્મ છે, તે ભોગવવા