________________
૬૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
જ્ઞાતીને નિરંતર સ્વપરિણતિ, સ્પષ્ટ વેદનમાં
સ્પષ્ટ વેદન એટલે અમારે પરપરિણતિ ઉલેચવી ના પડે. પરપરિણતિ ઉત્પન્ન થાય નહીં ને હોયેય નહીં, સ્વપરિણતિમાં જ રહે ને આ તમારે બધાને પરપરિણતિ ઉલેચવી પડે. પરપરિણતિના પરિણામ ઊભા થાય તેને ઉલેચવા પડે, ખસેડવા પડે, દૂર કરવા પડે.
પ્રશ્નકર્તા દૂર કરવા જ પડે, ધક્કા મારી મારીને બહાર કાઢવા
દાદાશ્રી: ધક્કા મારી મારીને, કારણ કે આ એક અવતારમાં અનંત અવતારનું સાટું વાળી દેવાનું છે.
સ્પષ્ટ વેદત થતા સુધી જ્ઞાન વધ્યા કરે પ્રશ્નકર્તાઃ આપને જ્ઞાન પ્રગટ થયું પછી જ્ઞાનપ્રકાશ એટલો જ રહે કે વધ્યા કરે ?
દાદાશ્રી : અમારે તો આ “અનુભવજ્ઞાન છે. એમાં બે પ્રકારનો પ્રકાશ ના હોય, નિરંતર એક જ પ્રકારનો પ્રકાશ રહે. અમને આત્માનો સ્પષ્ટ અનુભવ હોય. જ્યાં સુધી આત્માનો સ્પષ્ટ અનુભવ ના હોય ત્યાં સુધી જ્ઞાન વધ્યા કરે, પણ સ્પષ્ટ અનુભવ થઈ જાય એટલે એ જ્ઞાન પૂરું થઈ જાય.
જ્ઞાની પુરુષ એટલે આત્માનુભવી પુરુષ અને સંપૂર્ણ અનુભવી.
પ્રશ્નકર્તા છેલ્લે કોઈ ભાવક પરમાણુ જ ના રહેને ? જ્ઞાનીને આ ક” હોય ?
દાદાશ્રી : અમારી દશામાં ભાવકનું પરમાણુય ના રહે. અમે જે જગ્યાએ બેઠા છીએ એ જગ્યાએ તમે આવો તો તમારા પણ ભાવક ના રહે. પછી કોઈ બૂમ પાડનાર મહીં ના રહે. શુદ્ધાત્માના સ્પષ્ટ વેદનમાં આવે તો “ક” ના રહે. આ “સાયન્સ માત્ર સમજવાનું છે. આ જ્ઞાન તો “ઈટસેલ્ફ” ક્રિયાકારી છે. આ ઝીણી વાત સમજે તો જ મોક્ષ થાય.