________________
[૪.૨] અસ્પષ્ટ વેદન - સ્પષ્ટ વેદન
૬૩
પ્રશ્નકર્તા: ભગવાનની હદ અને ભગવાનની હાજરી બેય ?
દાદાશ્રી : હા, ભગવાનની હદ ને ભગવાનની હાજરી ! એ તો કલ્યાણ કરી નાખેને !
સ્પષ્ટ વેદનમાં જ્ઞાતી દુખતે વેદે તહીં, જાણે માત્ર
પ્રશ્નકર્તા: આપ કહો છો કે અમને સ્પષ્ટ વેદન છે, તો એ વિશે વધારે સમજવું છે.
દાદાશ્રી : જેટલા અંશે આત્મા જાણ્યો તેટલું વેદના થાય. અસ્પષ્ટ વેદનમાં સુખ અંતરાય, જ્યારે સ્પષ્ટ વેદનમાં સુખ સીધું આવે. વેદનમાં ફેર હોય. સ્પષ્ટ વેદના થાય ત્યાર પછી એ સુખ-દુઃખને ખાલી જાણે.
અસ્પષ્ટ વેદન છે ને, ત્યાં સુધી વેદકભાવ વધતો-ઓછો રહે છે. જેટલી સ્પષ્ટતા થઈ તેટલો અને સ્પષ્ટ વેદનમાં પોતે જાણે એકલું જ.
જ્ઞાની'ને અહંકાર હોય નહીં એટલે એ પોતે દુઃખ ભોગવે નહીં. જ્યાં સુધી આત્માનું અસ્પષ્ટ વેદન છે ત્યાં સુધી એ દુઃખને વેદે, એટલે કે દુઃખતી દાઢના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાના પ્રયત્નમાં હોય. જ્યારે “જ્ઞાની પુરુષ' કે જેમને આત્માનું સ્પષ્ટ વેદન હોય તે દુઃખને વેદે નહીં, પણ જાણે માત્ર.
સ્વરૂપજ્ઞાન'વાળાને દાઢ દુઃખતી હોય તો તે દુઃખ ભોગવે નહીં, પણ એનો એને બોજો લાગ્યા કરે, પોતાનું સુખ અંતરાય, જ્યારે અમને તો અમારું સુખ અંતરાય નહીં, આવ્યા જ કરે. લોકો જાણે કે આ “દાદાને અશાતા વેદનીય છે, પણ અમને વેદનીય અસર ના હોય ! વ્યવહારમાં વેદનીય ગણાય.
અમારું વ્યવહારનું ઘણું ઊંચું દસમું ગુઠાણું હોય. નિશ્ચયનું બારમું ગુઠાણું, પણ અમારો સ્પષ્ટ અનુભવ, સ્પષ્ટ વેદના અને તમારું અસ્પષ્ટ વેદન. આત્મા હાજર થયાનું સુખ ઉત્પન્ન થાય. સુખ સ્વભાવી જ છે. આત્માનો સ્વભાવ જ પરમાનંદી છે. પણ આપણા વિચારો બધાય સુખને આવવા ન દે. આપણને પહોંચવા ના દે, એ વચ્ચે હલાય હલાય કરે.