________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
દાદાશ્રી : આત્મા પોતે સ્વસંવેદન જ છે પણ આ પાછલા પર્યાય, પાછલો અહંકાર જાય નહીંને ! પાછલા અહંકાર-મમતા જાય નહીંને હજુ.
પ્રશ્નકર્તા : જ્યાં જ્યાં સૂક્ષમતાએ પહોંચવા જઈએ ત્યાં આગળ આવરાતું દેખાય. જે અસર થાય તે માલૂમ પડે છે, પોતે છૂટો રહે છે પણ જે એની સૂક્ષ્મતાએ નિર્મૂળ થવું જોઈએ એ થતું નથી.
દાદાશ્રી : એ ટાઈમ લેશે. એટલે બધી સૂક્ષ્મતા આવે. પણ એ સૂક્ષ્મતાથી હજુ બહુ આગળ જવાનું છે. એ બધા કિલ્લા ઓળંગે ત્યારે આત્મા સ્વસંવેદનમાં આવે.
પ્રશ્નકર્તા : એ જ સ્પષ્ટ વેદન કહેવાય ?
દાદાશ્રી : હા, પણ સ્પષ્ટ વેદના થતા પહેલા સ્વસંવેદન પોતાને માલમ પડે. સ્વસંવેદન વધતું જાયને, એટલે આપણે જાણીએ કે એ વધી વધીને ક્યાં સુધી જશે ? ત્યારે કહે, સ્પષ્ટ વેદન સુધી (મહાત્માને આ કાળમાં). પણ ધીમે ધીમે જાગૃતિ વધી જાય ત્યારે પહોંચાશે.