________________
[૪.૨] અસ્પષ્ટ વેદન
સ્પષ્ટ વેદન
વેદત એટલે આત્માતી અનુભૂતિનું વેદન
પ્રશ્નકર્તા : સ્વસંવેદન, અસ્પષ્ટ વેદન, સ્પષ્ટ વેદન આ બધામાં જે વેદન કહે છે તે વેદન વિશે સમજવું હતું.
-
દાદાશ્રી : આત્મા એવી વસ્તુ નથી કે ક્રિયાથી જાણી શકાય, તેને માટે વેદન, નિરંતર વેદન જોઈએ. આવું ના ચાલે. વેદન વગરનો આત્મા શું કામનો ? આ બધાને (જ્ઞાન પછી મહાત્માઓને) નિરંતર વેદન રહે છે.
વેદન એટલે આત્માની અનુભૂતિનું વેદન. આત્માનું અસ્પષ્ટ વેદન એ જેટલી અનુભૂતિ તેટલું વેદન. વેદન એટલે આનંદ, તે પણ જેવો અને જેટલો અનુભવ હોય તેટલો થાય. વેદન એટલે જાણવું. જેટલું જાણવું પદમાં જવાય તેટલું અનુભવમાં આવે.
કંઈક છે' એ અસ્પષ્ટ વેદત, ‘આ છે' એ સ્પષ્ટ વેદન
પ્રશ્નકર્તા ઃ સ્પષ્ટ વેદન અને અસ્પષ્ટ વેદન, એ જરા સ્પષ્ટ રીતે સમજાવોને !
દાદાશ્રી : સ્પષ્ટ વેદન એટલે અંધારી રાતમાં બરફ શરીરને અડેલો હોય તેનું જ્ઞાન અને અસ્પષ્ટ વેદન એટલે બરફ છેટો હોય ને ઠંડી હવા આવે તો ખબર પડી જાય, તે નિર્ણય થઈ જાયને કે બરફ છે. એ અસ્પષ્ટ, સ્પષ્ટતા ના કહેવાય.