________________
[૪.૧] સ્વસંવેદન
છીએ નિર્વેદ, એટલે ડંખ મારે તે ઘડીએ આપણે કહેવું કે હું તો નિર્વેદ છું. પછી ડંખ ઊંડો જાય, ત્યારે પાછું ફરી કહેવું, હું નિર્વેદ છું.
૪૯
પ્રશ્નકર્તા ઃ હવે એ નિર્વેદની વાત કરી, એના આગળ એક બીજો શબ્દ વાપર્યો કે સ્વસંવેદન હોય છે.
દાદાશ્રી : સ્વસંવેદન તો ના બોલાય, એટલું બધું. એ તો બહુ ઊંચી વસ્તુ છે. સ્વસંવેદન એ તો છેલ્લી વાત કહેવાય. એટલે આપણે નિર્વેદ બોલવું, તે વેદના ઓછી થાય. મારું શું કહેવાનું ? એ એકદમ જાય નહીં. સ્વસંવેદન તો જ્ઞાન જ થયું કહેવાય, એને જાણે જ. છોને ડંખ વાગે, જબરજસ્ત વાગે તોયે જાણ્યા જ કરે, વેદે નહીં, એ સ્વસંવેદન કહેવાય.
પ્રશ્નકર્તા : હા, પણ એમાં જે આ મચ્છર કૈડ્યું અને એની જે પ્રતિક્રિયા થઈ કે આ મને મચ્છર કરડ્યું તેને પણ જાણે, પ્રતિક્રિયાને પણ જાણે, ત્યારે તે સ્વસંવેદનમાં છે ?
દાદાશ્રી : હા, તેનેય જાણે.
પ્રશ્નકર્તા : પણ આ તો તમે વેદતો નથી કશું એવું કહો, એટલે એમ સમજે છે કે વેદનતા જતી રહી.
દાદાશ્રી : ના, ના, એવું નથી. એને પણ જાણે, એટલું બધું માણસોનું ગજું નથી. એટલે ‘નિર્વેદ છું' એવું બોલેને, તો એને અસર ના થાય. આત્માનો સ્વભાવ નિર્વેદ છે. તે આવું બોલે એટલે કશું અસર ના થાય, પણ સ્વસંવેદન એ ઊંચી વસ્તુ છે. એ જો જાણતો જાણતો જાય તો તે સ્વસંવેદનમાં જાય. જાણવાનું જ છે કે આણે ડંખ માર્યો, એને જાણ્યું. ફરી ડંખ વાગ્યો, તેને પણ જાણ્યું. પછી એ ડંખ ઊંડો ગયો, એને પણ જાણ્યું, એમ કરતા કરતા સ્વસંવેદનમાં જાય. પણ આ નિર્વેદ એ તો એક સ્ટેપ, તે અકળામણ સિવાય સહન કરી શકે.
અહંકાર ખાલી થતા વધશે સ્વસંવેદન, પહોંચશે સ્પષ્ટ વેદને
પ્રશ્નકર્તા : આત્માના સ્વસંવેદનનો અનુભવ હજુ થતો નથી ?