________________
[૩] સચ્ચિદાનંદ સ્વરૂપ
૩૯
કહેવાય? પુદ્ગલપક્ષી ચિત્ત છે, એ અસત્ ચિત્ત કહ્યું અને આત્મપક્ષી, સ્વપક્ષી થયું એટલે સત્-ચિત્ આનંદ.
અસત્ ચિત્ત એટલે અશુદ્ધ ચિત્ત થઈ ગયું છે. એટલે જ્ઞાન-દર્શન અશુદ્ધ થયેલું છે. એ જ્ઞાન-દર્શન શુદ્ધ થયું એ સચ્ચિદાનંદ ! શુદ્ધ ચિત્ત અને સની ભજના કરે છે, તે આનંદમય છે.
અશુદ્ધ ચિત્ત એનું રિઝલ્ટ શાતા વેદનીય ને અશાતા વેદનીય. કલ્પિત સુખ અને કલ્પિત દુઃખ, સાચું સુખ એક ક્ષણવાર જોયું ના હોય. સાચું સુખ જોયા પછી એ સનાતન હોય તો જ અનુભવમાં આવે.
આ જ્ઞાન-દર્શન અસત્ છે. એટલે આનંદ ને દુઃખ, આનંદ ને દુ:ખ. પેલું તો આનંદ એકલો જ હોય, નિરંતર આનંદ.
આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે તે આમાંથી એક જ પાંદડું બગડ્યું (બિલીફ બગડી) છે. તો અસત્-ચિત્ત-દુઃખ, એ “અસ” દાદા ચોખ્ખું કરી આપે તો સત્-ચિત્ત-આનંદ થઈ જાય.
સચ્ચિદાનંદ સ્વરૂપ, છતાં પ્રકૃતિની સાંકળીએ બંદીવાન
પ્રશ્નકર્તા સચ્ચિદાનંદ છે તો પછી આત્મા પોતે સ્વતંત્ર અને મુક્ત છે?
દાદાશ્રી : ના, સચ્ચિદાનંદ સ્વરૂપ છે પણ સ્વતંત્ર નથી. તેથી તો આ વેશ થયો છે. સ્વતંત્ર હોય તો તો હમણે મુક્તિ જ થઈ જાયને ! વાર જ શું લાગે ? આ તો એવો બંધાયેલો છે, તે જો લોઢાની આવી જાડી સાંકળ હોતને, તેનાથી બંધાયો હોતને તો આપણે “ગેસ કટિંગ કરીને કાપી નાખત. પણ આ તો એવો બંધાયેલો છે કે જે તૂટી જ ના શકે. એ સાંકળેય કેવી જાતની ? કવિએ શું લખ્યું છે ? “અધાતુ સાંકળીએ પરમાત્મા બંદીવાન. અધાતુ સાંકળીએ એટલે આ પ્રકૃતિની સાંકળીએ. એમાં બંધાયો છે. “આત્માને બંધન નથી' એ વાત તો સો ટકા સાચી છે. પણ કઈ અપેક્ષાએ ? આ તો નિરપેક્ષ વાત છે. આત્માને જ્ઞાનભાવે બંધન નથી, અજ્ઞાનભાવે બંધન છે. તમને જ્ઞાનભાવ આવ્યો કે “હું શુદ્ધાત્મા છું' તો