________________
૪૦
આપ્તવાણી-૧૪ (ભાગ-)
‘તમને બંધન નથી અને જ્યાં સુધી જ ચંદુભાઈ છું' એવો ભાવ છે ત્યાં સુધી બંધન જ છે.
પ્રશ્નકર્તા : એવું કહે છે કે આત્મા સચ્ચિદાનંદ ઘન છે, એમાં આ કલ્પના છે કે સાચું છે ?
દાદાશ્રી : સાચું છે. આત્મા સચ્ચિદાનંદ ઘન છે એ સાચી વાત છે, એમાં કલ્પના નથી.
પ્રશ્નકર્તા: બીજા લોકો એને કલ્પના કહે છે તે ?
દાદાશ્રી : કલ્પના કરનારને હજુ સચ્ચિદાનંદ શું છે, એનું ભાન નથી. જો ભાન થાયને તો પોતાને કાયમનો શાશ્વત આનંદ થાય. સનાતન સુખ પ્રાપ્ત થાય ત્યારે સચ્ચિદાનંદ થાય.
ન સમજાય સચ્ચિદાનંદ, માટે કહેવું પડ્યું “શુદ્ધાત્મા' પ્રશ્નકર્તા : આત્મા સચ્ચિદાનંદ ઘન છે, તો શુદ્ધાત્મા કેમ કહ્યું?
દાદાશ્રી : આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે, પણ આ લોકોને સચ્ચિદાનંદ' શબ્દ કેમ નથી આપ્યો ? કારણ કે “સચ્ચિદાનંદ” એ ગુણવાચક હોવાથી આ લોકોને નહીં સમજાય. આમને શુદ્ધાત્માની જરૂર છે. એટલા માટે આ લોકોને “શુદ્ધાત્મા’ શબ્દ આપ્યો છે. શુદ્ધાત્માની જરૂર કેમ ? આ લોકો કહે છે કે “હું પાપી છું'. ત્યારે કહે, “જો “તું “વિજ્ઞાન જાણે તો તને પાપ અડે એવું નથી.” “તું શુદ્ધાત્મા જ છે, પણ આ ‘તારી બિલીફ રોંગ છે.
પ્રશ્નકર્તા : દાદા, તો એમાં આનંદ ક્યાંથી આવ્યો ? સત્-ચિત્તઆનંદ.
દાદાશ્રી : આત્મા પોતે સ્વભાવે જ સનાતન, પરમાનંદ છે. આ પરમાનંદનો માલિક છે, પોતે જ આનંદનું ધામ છે. આ આનંદની ચીજ જેવી આ દુનિયામાં કોઈ ચીજ છે નહીં. પોતે આરોપિત ભાવમાં છે. જલેબી ઉપર તમે આરોપ કરો કે તમને જલેબીમાં સુખ લાગે અને જલેબી ના