________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
હોવાપણું એ. ચિત્ત એટલે જ્ઞાન-દર્શન અને જો જ્ઞાન-દર્શન શુદ્ધ રહ્યું, ચિત્ત શુદ્ધ થઈ ગયું તો આનંદ રહેશે અને અશુદ્ધ ચિત્ત રહ્યું તો અજ્ઞાન રહેશે !
આપણા બધાને એડ્રેસ, પણ ભગવાનને એડ્રેસ જ નહીંને ! ભગવાન બધે જ છે પણ એથી એનું એડ્રેસ નથી. પણ એ સચ્ચિદાનંદ સ્વરૂપે પ્રગટ થાય, તો બધી જ જગ્યાએ છે. બધા આવરણ તૂટે તો જ, દેહનું આવરણ તૂટે તો જ, નહીં તો નહીં.
આત્મા જ્ઞાનની અપેક્ષાએ આખા બ્રહ્માંડમાં એટલે નિષ્પક્ષપાતપણે વ્યાપક છે. સંપૂર્ણ નિરાવરણ એવો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આત્મા જ્યારે દેહ છોડીને મોક્ષે જાય છે ત્યારે એનું સચ્ચિદાનંદ સ્વરૂપ હોય છે. એનો પ્રકાશ આખા બ્રહ્માંડમાં ફેલાઈ જાય છે. ત્યાર પછી એ સિદ્ધક્ષેત્રમાં જાય છે, સિદ્ધ બની જાય છે.
જય સચ્ચિદાનંદમાં તો આખા વર્લ્ડનું એક્સ્ટ્રક્ટ (સાર) ભરેલું છે. બધા શુદ્ધાત્માનો એક માત્ર સ્વભાવ તે સચ્ચિદાનંદ છે. ચોવીસ તીર્થકરોનું ભેગું સ્વરૂપ તે સચ્ચિદાનંદ છે. તીર્થકરોના નામો તો દેહના પડેલા છે. તે ચોવીસને ભેગા સ્વરૂપે બોલવા હોય તો તે “સચ્ચિદાનંદ' છે. સચ્ચિદાનંદ તો તેમનું સ્વરૂપ છે. “સચ્ચિદાનંદ બોલો તો ચોવીસેય તીર્થકરોને પહોંચે. એટલે સચ્ચિદાનંદ બોલશે તોય કલ્યાણ થઈ જશે.
જ્ઞાન-દર્શત શુદ્ધ થયું એ સચ્ચિદાનંદ પ્રશ્નકર્તા : આત્માને સચ્ચિદાનંદ કેમ કહ્યો ?
દાદાશ્રી : આત્મા એટલે શું ? આત્મા શબ્દ એ સંજ્ઞા છે. આત્મા એટલે સેલ્ફ. સેલ્ફને “સચ્ચિદાનંદ' કહ્યો. ત્યારે કહે, અત્યારે સેલ્ફ છે તે હું ચંદુભાઈ છું', એ સેલ્ફ દેહાધ્યાસ છે અને પેલું સેલ્ફ સચ્ચિદાનંદ છે. સચ્ચિદાનંદ એટલે શું ? સત્ એટલે અવિનાશી.
સચ્ચિદાનંદ એ જ પોતાનું સ્વરૂપ છે. આત્મા, શુદ્ધાત્મા જે છે સતુચિત્ત-આનંદ, તે આ અસત્ ચિત્ત થઈ ગયેલું છે. અસત્ ચિત્ત કોને