________________
[3] સચ્ચિદાનંદ સ્વરૂપ મૂળ આત્મા એ સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રશ્નકર્તા: આપ જે “જય સચ્ચિદાનંદ’ કહો છો એનો અર્થ શું?
દાદાશ્રી : જય સચ્ચિદાનંદ, મૂળ પુરુષ, મૂળ આત્મા. આત્મા એ મૂળ સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને આત્મા તે જ પરમાત્મા છે. આપણામાં મૂળ આત્મા જે છે, દરેક જીવમાં, તે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપે જ છે. એનું શુદ્ધ સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ છે.
પ્રભુ પોતે જ જય સચ્ચિદાનંદ છે. બધામાં સચ્ચિદાનંદ રૂપે રહ્યા છે. એટલે બધું એમાં સમાવેશ થઈ જાય. સચ્ચિદાનંદ બીજી કોઈ વસ્તુમાં સમાવેશ પામે નહીં. બધી વસ્તુ સચ્ચિદાનંદમાં સમાવેશ પામે. સચ્ચિદાનંદ એટલે બધામાં રહ્યો છે તે પ્રભુ, આત્મા, તે સચ્ચિદાનંદ સ્વરૂપ છે.
ચોવીસ તીર્થકરોનું ભેગું સ્વરૂપ તે સચ્ચિદાનંદ પ્રશ્નકર્તા : લોકો ઈશ્વરને અનેક શબ્દોથી સંબોધન કરે છે અને આપ જય સચ્ચિદાનંદ કહો છો, એની પાછળ શું ભાવાર્થ અને વિશિષ્ટતા છે ?
દાદાશ્રી : એ શબ્દ રૂપે છે, પણ ભગવાનનું છેલ્લું નામ છે અને ભેળસેળ વગરનું છે. પણ સ્થૂળ ભાવે છે. સત્ એટલે ત્રિકાળી અને