________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
દાદાશ્રી : એ તો આ કાળમાં નથી પિરણામ પામે એવું. એક આ અવતારમાં તો કશું વળે એવું નથી, આવતા અવતારમાં પરિણામ પામશે.
૨૦
જ્ઞાની પુરુષ કેવળજ્ઞાન સ્વરૂપમાં રહેવાના જ આશયમાં હોય. પણ આ કાળને હિસાબે કેવળજ્ઞાન સ્વરૂપમાં અખંડપણે રહી ના શકાય. પણ એમનો આશય કેવો હોય કે નિરંતર કેવળજ્ઞાન સ્વરૂપમાં રહેવું. કારણ કે ‘કેવળજ્ઞાન સ્વરૂપ’ને એ ‘પોતે’ જાણતા હોય. આ કાળની એટલી બધી જોશબંધ ઈફેક્ટ છે કે કેવળજ્ઞાન સ્વરૂપમાં રહી શકાય નહીં. જેમ બે ઈંચના પાઈપમાંથી પાણી ફોર્સબંધ આવતું હોય તો આંગળી રાખે તો ખસી જાય અને અડધા ઈંચની પાઈપમાંથી પાણી આવતું હોય તો આંગળી ના ખસી જાય. એવું આ કાળનું જોશ એટલું બધું છે ! એટલે જ્ઞાની પુરુષનેય સમતુલામાં રહેવા ના દે !
જોયું સંપૂર્ણ ‘કેવળજ્ઞાત સ્વરૂપ', પણ રહ્યું ચાર ડિગ્રી ઓછું
કેવળજ્ઞાન એ વસ્તુ જુદી છે અને કેવળજ્ઞાન સ્વરૂપ એ જુદું છે વસ્તુ. કેવળજ્ઞાન એટલે બધા જ જ્ઞેયો ઝળકવા. અમને બધા જ્ઞેયો ઝળક્યા નથી પણ ઘણા ખરા શેયો ઝળક્યા, તેથી તો અમારી વાણીમાં તમને નવું નવું સાંભળવાનું મળે કે નવા નવા, ઊંડા ઊંડા પોઈન્ટો. બધી નવી નવી વાતો અને શાસ્ત્રની બહારની જ બધી વાતો, એ તો કેવળજ્ઞાનના બધા પર્યાય છે. પણ સંપૂર્ણ સ્વરૂપે ઝળક્યું નથી, ચાર ડિગ્રી ઓછું રહ્યું.
છતાં આખા વર્લ્ડનો અજાયબ પુરુષ છે ‘આ’ ! ‘કેવળજ્ઞાન સ્વરૂપી’ આત્મા જાણ્યો, તેને ‘જાણ્યું' કહેવાય.
ભાવે કરીને કેવળજ્ઞાન થયું છે અને પ્રગટ કેવળજ્ઞાન નથી થયું. એટલે હું જ્ઞાની પુરુષ તરીકે રહ્યો છું. તેથી હું ‘ભગવાન’ કહેવડાવતો નથી મારી જાતને. જો મને પોતાને પ્રગટ થયું હોત કેવળજ્ઞાન, તો હું ભગવાન કહેવાત, પણ આ કાળમાં એ થાય એવું નથી એટલે હું જ્ઞાની પુરુષ તરીકે હું રહું છું. અંદર ફુલ્લી (પૂર્ણ) કેવળજ્ઞાન થયેલું છે, એને હું ‘દાદા ભગવાન’ કહું છું. દાદા ભગવાન છે એ કેવળજ્ઞાન સ્વરૂપ છે, એક્સૉલ્યૂટ જ્ઞાન જ છે.