________________
[૧.૧] કેવળજ્ઞાન સ્વરૂપ
કેવળજ્ઞાન સમજમાં હોય, ત્યાં સુધી પ્રજ્ઞા બહાર હોય. કેવળજ્ઞાન જ્ઞાનમાં હોય, ત્યારે પ્રજ્ઞા (અંદર) ફિટ થઈ જાય, બસ. બીજું શું ? પછી જોનારોય કોણ તે ?
૧૯
પ્રશ્નકર્તા : એટલે કેવળજ્ઞાન થાય ત્યાં સુધી પ્રજ્ઞા હોય ?
દાદાશ્રી : ત્યાં ઠેઠ સુધી પ્રજ્ઞા. કેવળજ્ઞાન થયા પછી નહીં.
પ્રશ્નકર્તા : કેવળજ્ઞાન થયા પછી તીર્થંકર થાય અથવા કેવળી થાય, તો પછી એમની કૃપાનો સવાલ હોતો જ નથી. કારણ કે પ્રજ્ઞા છે નહીં.
દાદાશ્રી : પૂરું થઈ ગયુંને ! બધું ખલાસ થઈ ગયું. પ્રજ્ઞા છે ત્યાં સુધી દેહ જોડે લેવાદેવા છે કંઈકે. પછી તો દેહ જોડે સાવ છૂટેછૂટું ! અમને કેવળજ્ઞાન થયું નથી, છતાંય એ કેવળજ્ઞાન શું છે, એ અમે જોયેલું છે.
પૂર્વતા અંતરાયે અટક્યું કેવળજ્ઞાત
કોઈ એ છેલ્લા દરવાજામાં પ્રવેશી શકે નહીં. તેય કેવળજ્ઞાન સ્વરૂપ જ છે. અમે એ દરવાજો જોયો અને તે મહીં કોણ પેસવા નથી દેતું તૈય જોયું.
પ્રશ્નકર્તા : એ કોણ છે, જે પેસવા દેતું નથી ?
દાદાશ્રી : પબ્લિકને માટે મોટા મોટા બે સિંહ છે, દાદાને માટે બે રમકડાં છે. છતાં પેસવા નથી દેતું એટલે શું કે એ અમારો અંતરાય છે, એમનો દોષ નથી. એટલે અંતરાય એની મેળે જ તૂટવા જોઈએ. અમે એને તોડીએ નહીં, સહજ તૂટવા જોઈએ. લાભાંતરાય, દાનાંતારાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય એ બધા અંતરાય એની મેળે તૂટવા જોઈએ. અમારી સહજ દશા હોય, અમારી ક્રિયાવાળી દશા ના હોય.
આત્મા કેવળજ્ઞાન સ્વરૂપ છે. ફક્ત આ કાળમાં કેવળજ્ઞાન પચતું નથી, એટલે પરિણામ પામતું નથી.
પ્રશ્નકર્તા ઃ એટલે પછી કયા કાળમાં પિરણામ પામવાનું ?