________________
[૧.૧] કેવળજ્ઞાન સ્વરૂપ
૨૧
તીર્થકર ભગવાન બધું જોયા રે, કેવળજ્ઞાતાથી પ્રશ્નકર્તા છેલ્લે તીર્થકર ભગવાનના કેવળજ્ઞાન વિશે સમજાવશો.
દાદાશ્રી : તીર્થકર એટલે શું કે પુગલનું સ્વામીપણું જ ના હોય, છૂટાપણું જ હોય. પુદ્ગલને જોયા જ કરે. પુદ્ગલ શું કરી રહ્યું છે એ બધું જોયા કરે અને તે કેવળજ્ઞાન સ્વરૂપે. બધી જ એબ્સૉલ્યુટ જાગૃતિ હોય. એબ્સોલ્યુટ એટલે સાંસારિક વિચાર જ આવતા બંધ થયા હોય. પોતે પોતાના જ પરિણામને ભજે ! જાગૃતિ સિવાય કેવળજ્ઞાન બીજી વસ્તુ નથી. ખાલી સંપૂર્ણ જાગૃતિ બધું જ જોઈ શકે.