________________
દાદાશ્રી : બધી તમારી કહેવાય ? અને વાઈફ કોની કહેવાય ? પ્રશ્નકર્તા : એ પણ મારી. દાદાશ્રી : અને છોકરાં કોના ? પ્રશ્નકર્તા: એ પણ મારા. દાદાશ્રી : અને આ ઘડિયાળ કોને ? પ્રશ્નકર્તા ઃ એ પણ મારું છે. દાદાશ્રી : અને હાથ કોના છે ? પ્રશ્નકર્તા: હાથ પણ મારા છે.
દાદાશ્રી : પછી “મારું માથું, મારું બોડી, મારા પગ, મારા કાન, મારી આંખો' એવું કહેશો. આ શરીરમાં બધી જ વસ્તુને “મારું” કહે છે, ત્યારે “મારું” કહેનાર તમે કોણ છો ? એ વિચાર્યું નથી ? “માય નેમ ઈઝ ચંદુભાઈ* બોલે અને પછી કહેશો “હું ચંદુભાઈ છું', આમાં કંઈ વિરોધાભાસ નથી લાગતો ?
પ્રશ્નકર્તા : લાગે છે.
દાદાશ્રી : તમે ચંદુભાઈ છો, હવે આમાં 1 એન્ડ My બે છે. આ I એન્ડ My એ બે રેલવેલાઈન જુદી જ હોય. પેરેલલ જ રહે છે, કોઈ દહાડો એકાકાર થતું જ નથી. છતાંય તમે એકાકાર માનો છો, તે સમજીને આમાંથી Myને સેપરેટ કરી નાખો. તમારામાં જે My છે ને, એ બાજુએ મૂકો. My હાર્ટ, તો એ બાજુએ મૂકો. આ શરીરમાંથી બીજું શું શું સેપરેટ કરવાનું હોય ?
પ્રશ્નકર્તા : પગ, ઈન્દ્રિયો.
દાદાશ્રી : હા. બધું જ. પાંચ ઈન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો મન-બુદ્ધિચિત્ત-અહંકાર બધું જ. * ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.